Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના યુવા અગ્રણીના જન્મદિવસ અને બાલા હનુમાન-રામધૂનના ૬૨ વર્ષને સાંકળીને યોજયો સત્સંગ

જામનગરમાં ગાંડા-ઘેલા રામધૂન મંડળ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૨: જામનગરમાં તા.૧/૮ શુક્રવારે સતવારા સમાજના યુવા અગ્રણી રાજેશભાઈ પરમાર દ્વારા તેમનાં જન્મદિવસે જ જોગાનુજોગ વિશ્વ પ્રસિદ્ધ બાલાહનુમાન મંદિરની અખંડ રામધૂનનો પણ ૬૨મા વર્ષમાં મંગલ પ્રવેશ હોવાથી આ શુભ દિવસે પાતાળીયા હનુમાન મંદિરનાં ગાંડા-ઘેલા રામધૂન મંડળ તરફથી હનુમાન ચાલીસા પાઠ તથા રામધૂનનું આયોજન રાત્રે ૯ થી ૧૨ દરમિયાન જામનગર ચેમ્બર્સ ઓફ કોમર્સમાં કરવામાં આવ્યું હતું જેમાં યુવાઓથી લઈ વૃદ્ધા સુધી તમામે હનુમાન ચાલીસા અને રામધૂન સ્મરણ કરીને ભક્તિમય માહોલ સર્જ્યો હતો.

આ તકે જામનગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર મુકેશભાઈ માતંગ તેમજ જામનગર-દ્વારકા જિલ્લા સાંસદ પૂનમબેન માડમનાં પ્રતિનિધિ તરીકે નીખિલભાઈ પરમાર અને અખિલ ગુજરાત લોહાણા સમાજ પ્રમુખ જીતુભાઈ લાલનાં પ્રતિનિધિ તરીકે જીતુભાઈ નથવાણીએ શુભેચ્છા- લેટર પાઠવી હાજરી આપી હતી. વિશેષમાં વિવિધ મીડિયા ક્ષેત્રના જામનગર-મોર્નિંગ તંત્રી પાર્થભાઈ નથવાણી, કૌમિલભાઈ મણીયાર, દીપભાઈ શુક્લા, નોબતના સંજયભાઈ માધવાણી, મનીષભાઈ પંડ્યા, દિનેશભાઈ લખતરીયા, ભાવેશભાઈ તન્ના, આજકાલના અતુલભાઈ મહેતા, મુકેશભાઈ ગઢવી, ભૂમિનાં પરેશભાઈ દવે, ગ્રેવીટીના નિકુલદાન ગઢવી, સ્ટ્રીટ ન્યુઝના સચિનભાઈ જોષી સહિતના અગ્રણીઓ જોડાયા હતાં તેમજ જી.જી. હોસ્પિટલના મેડીશીન વિભાગના ડો. નીતિન આર. રાઠોડ (એમ.ડી.), સતવારા સમાજના આગેવાન રોહિતભાઈ સોનગરા, ડો. અમુભાઈ રાઠોડ, પારસભાઈ રાઠોડ, સંજયભાઈ કટેશીયા, કિશોરભાઈ કટેશીયા, જેન્તીભાઇ કટેશીયા, સુનિલભાઈ કટેશીયા, અમિતભાઈ કણજારીયા, રાજેશભાઈ નકુમ, કથાકાર મહેશભાઈ જોશી, રઘુવંશી ચિલ્ડ્રન ક્લબ પ્રમુખ અલ્કાબેન વિઠલાણી, નારી ગુંજન ક્લબ પ્રમુખ ચંદ્રીકાબેન દૂધૈયા, એડવોકેટ હર્ષિદાબેન જોશી, ક્રિષ્ના ઢોસાના, સંચાલક શંભુભાઈ પરમાર અને જામનગર ન્યુઝપેપર વિતરક મંડળના પ્રમુખ સહિતના તમામ સભ્યો જન્મદિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમમાં અંકુરભાઈ પટેલ તરફથી યોગદાન મળ્યું હતું અને ૫૦૧ પોકેટ હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સામાજિક કાર્યકર મિતેષભાઈ મહેતા (મિતેષ સર) તથા મહાદેવ ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh