Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધોળા દિવસે કઈ રીતે બની જતા હશે વીડિયો?
ઓખા તા. ૩: ઓખાથી બેટ દ્વારકા વચ્ચેના સુદર્શન બ્રિજ પર એક શખ્સે હાથમાં ધારદાર હથિયાર રાખી સીન જમાવતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાે છે. ગન સાથેના એક શખ્સના બ્રિજ પરના વીડિયો પછી આ બીજો વીડિયો પ્રકાશમાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાને બેટ દ્વારકાથી જોડતા સુદર્શન બ્રિજ પર એક શખ્સ જમણા હાથમાં છરી જેવું ધારદાર હથિયાર રાખીને સીન જમાવતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જેમાં આપણને કોઈની બીક નથી તેવું ગાયન પણ મૂકવામાં આવ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી ચર્ચા જાગી છે.
આ બ્રિજના નિર્માણ પછી અવારનવાર જુદી જુદી ચર્ચાઓ ઉઠતી રહી છે ત્યારે કેટલાક શખ્સો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા આવી રીતે વીડિયો બનાવી પોલીસને ખૂલ્લો પડકાર કરતા હોય તેમ લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલાં એક શખ્સે અગ્નિશસ્ત્ર સાથે રાખી બ્રિજ પર વીડિયો બનાવ્યાનું ખૂલ્યા પછી આ નવો વીડિયો વાયરલ થયો છે.
ઉલ્લેખનીય છે કે, ધોળા દિવસે જ્યારે આ પ્રકારના વીડિયો બનાવવામાં આવતા હોય છે ત્યારે સ્થાનિક પોલીસના જવાનો ક્યા હોય છે? તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. વીડિયોમાં દેખાતા શખ્સની શોધ કરી તેને કાયદાનો પાઠ ભણાવવાની માગણી ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial