Advertisement
Author: નોબત સમાચાર

મહાનગર૫ાલિકાની કચરાની ગાડીઓ તેમજ અન્ય વાહનો દ્વારા નિયમોનો ઉલાળીયો !

સામાન્ય જનતાને નાનકડી ક્ષતિ માટે પણ આરટીઓ બીજો ધક્કો ખવડાવે !

                                                                                                                                                                                                      

જામનગર તાા ૨૩: સામાન્ય રીતે આરટીઓ કચેરીમાં માલવાહક છકડો, રીક્ષા, ટેમ્પોનું પાસીંગ કરાવવા માટે જઈએ અને કાયદા મુજબ વાહનમાં હેડલાઈટ, ડાબી-જમણી બાજુના ઈન્ડીકેટર, હોર્ન, પીયુસી વગેરે હોવા જોઈએ. આમાં એક પણ ખામી હોય તો તે રિપેર કરાવી ફરીથી છેક જામનગર સિટીથી સાત કિલોમીટર દૂર આવેલ નાઘેડી પાસેની આરટીઓ કચેરીએ બીજો ધક્કો ખાવો પડે. પરંતુ જામનગર શહેરમાં ઉપરની તસ્વીરમાં દેખાય છે તેવા વાહનો ટ્રાફિક પોલીસની કે આરટીઓ ખાતાની ઐસીતૈસી કરીને બિન્ધાસ્ત રીતે મકાન બાંધકામની ચીજવસ્તુઓનું ટ્રાન્સ્પોર્ટેશન કરી રહ્યા છે. પરંતુ જામનગર વળી બાંધકામ માટે વપરાતી રેતી, સિમેન્ટ, કપચી વગેરે ઉપર પાછળ આવતા વાહનચાલકોની આંખોમાં પડે નહીં તે માટે તાલપત્રી ઢાંકવાની હોય છે, પરંતુ એવી કોને દરકાર છે ? આમાં પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા અપાયેલા કચરા ગાડીના કોન્ટ્રાક્ટ વાળાની ગાડીઓ તો સાવ ભંગાર હાલતમાં ફરતી હોય છે ! આ ઉપરાંત અનેક વાહનોમાં જે ખૂબ જ જરૂરી અને ફરજીયાત તેવા વાહનના નંબરની પ્લેટ જ હોતી નથી. નંબર વગરના વાહનો દોડે છે. પોલીસ ડ્રાઈવ કરતી પોલીસ ખાતાના ધ્યાનમાં આ બધું કેમ નજરે પડતું નથી ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh