Advertisement
Author: નોબત સમાચાર

હાપા, દ્વારકા, ઓખા સહિતના રેલવે સ્ટેશનો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠયાઃ પ. રેલવેની ગૌરવપૂર્ણ યાત્રા

પશ્ચિમ રેલવેએ ૭૫મા સ્થાપના દિવસની ઉજવણી કરીઃ

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૮: પશ્ચિમ રેલવેએ ૭૫મો સ્થાપના દિવસ ઉજવાયો હતો. રાજકોટ ડિવિઝનના સ્ટેશન ભવનો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા હતાં.

તા. ૫ નવેમ્બર, ૨૦૨૫ના રોજ પશ્ચિમ રેલવેએ પોતાનો ૭૫મો સ્થાપના દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો. રાષ્ટ્રની સેવામાં પોતાની ગૌરવપૂર્ણ યાત્રાનાં ૭૦થી વધુ વર્ષોમાં પશ્ચિમ રેલવેએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે અને દેશના સામાજિક-આર્થિક વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

આ અવસરે રાજકોટ ડિવિઝનના રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, હાપા, દ્વારકા અને ઓખા સ્ટેશન ભવનોને રંગબેરંગી રોશનીથી સુસજ્જિત કરવામાં આવ્યા, જેનાથી ઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું.

પશ્ચિમ રેલવેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અત્યંત સમૃદ્ધ રહી છે. બોમ્બે, બરોડા અને સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે કંપની (બીબી એન્ડ સીઆઈ)ની સ્થાપના વર્ષ ૧૮૫૫માં થઈ હતી. તેની શરૂઆત ગુજરાત રાજ્યના પશ્ચિમી તટ પર અંકલેશ્વરથી ઉતરાણ (સુરત) સુધી ૨૯ માઇલ બ્રોડ ગેજ ટ્રેકના નિર્માણથી થઈ હતી. તે જ વર્ષે ૨૧ નવેમ્બર, ૧૮૫૫ના રોજ કંપનીએ ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે સુરતથી બરોડા અને અમદાવાદ સુધી રેલવે લાઇનના નિર્માણ માટે સમજૂતી કરી.

આની સાથે જ ઉતરાણથી તત્કાલીન બોમ્બે સુધી કપાસનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે અન્ય એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં.

આગળના વર્ષે આ લાઇનનું કાર્ય શરૂ થયું અને ૨૮ નવેમ્બર, ૧૮૬૪ના રોજ ઉતરાણથી બોમ્બે (ગ્રાન્ટ રોડ સ્ટેશન) સુધીની રેલ લાઇનને ઔપચારિક રીતે ખોલવામાં આવી, જેનાથી મુંબઈમાં પશ્ચિમી રેલવે લાઇનનો પ્રારંભ થયો.

પોતાના વર્તમાન સ્વરૂપમાં પશ્ચિમ રેલવેનું ગઠન ૫ નવેમ્બર, ૧૯૫૧ના રોજ થયું, જ્યારે તત્કાલીન બોમ્બે, બરોડા અને સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે (બીબી એન્ડ સીઆઈ)નું સૌરાષ્ટ્ર, રાજપૂતાના અને જયપુર રાજ્ય રેલવે સાથે વિલીનીકરણ કરવામાં આવ્યું. ૧૮૫૦ના દાયકામાં તેની સ્થાપના પછી પશ્ચિમ રેલવેએ પોતાની શ્રેષ્ઠતા, કાર્યક્ષમતા અને સેવા ભાવના સાથે ભારતીય રેલ નેટવર્કમાં વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. તેમ જન સંપર્ક અધિકારી, પ. રેલવે રાજકોટની યાદી જણાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh