Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે ૧૦ એપ્રિલે અનંત અંબાણીના જન્મ દિવસની ઉજવણીમાં ભાગ લેશેઃ રિલાયન્સ ગ્રીન્સ-વનતારાની મુલાકાત
રિલાયન્સના અનંત અંબાણીનો આવતીકાલ તા. ૧૦ ના જન્મ દિવસ છે. તેની ઉજવણી ચાલી રહી છે. આથી ફિલ્મી સિતારાઓનું છેલ્લા બે દિવસથી જામનગર એરપોર્ટ ઉપર આગમન થઈ રહ્યું છે. પરમ દિવસે વિશ્વ વિખ્યાત સંગીતકાર એ.આર. રહેમાન જામનગર એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા પછી રિલાયન્સ પહોંચ્યા હતાં. ગઈકાલે બપોરે બોની કપૂર, રણવીરસિંહ, ઓરી અને ત્યારપછી શાહરૂખ ખન તેની પત્ની મોરી ખાન અન પુત્ર અબરામ પણ જામનગર એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતાં. આ પછી તેઓ સડક માર્ગે મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ગ્રીન્સ અને વનતારા પહોંચ્યા હતાં. આવતીકાલ તા. ૧૦ ના અનંત અંબાણીના જન્મ દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ નિમિતે આજે તારીખ ૯ ના જોગવડમાં ભવ્ય લોકડાયરાનું પણ આયોજન થયું છે. જે બાબતે લોકોને જાહેર નિમંત્રણ પાઠવાયું છે. જેમાં સાંઈરામ દવે, રાજભા ગઢવી, દેવાંગીબેન પટલ, વિમલ મહેતા વિગેરે નામાંકિત કલાકારો રમઝટ બોલાવશે. હજુ પણ આજે બપોરે અનેક સલિબ્રિટી પણ જામનગર આવે તવી શક્યતા છે. અંબાણી પરિવાર સામાજિક કાર્યો સાથે જનમ દિવસની ઉજવણી કરનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial