Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકસ્માત સર્જી ટ્રકચાલક નાસી છૂટ્યોઃ
જામનગર તા. ૩૦: જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર મોટી ખાવડી ગામ પાસે દસેક દિવસ પહેલા રાત્રીના સમયે એક રિક્ષા પાછળ એક ટ્રકે ઠોકર મારતા સર્જાયેલા અકસ્માતમાં રિક્ષાચાલકને ફ્રેકચર સહિતની ઈજા થઈ છે. અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રકચાલક સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં હુશેની ચોકમાં રહેતા રફીકશા આમદશા શાહમદાર નામના વૃદ્ધ ગઈ તા. ૨૦ની રાત્રે દસેક વાગ્યે જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર મોટી ખાવડી નજીક મહાદેવ હોટલ પાસેથી જીજે૧૦ ટી ડબલ્યુ ૨૫૯ નંબરની રિક્ષા લઈને પસાર થતા હતા.
પાછળથી આવેલા જીજે ૩૭ ટી ૭૭૨૯ નંબરના ટ્રકે ઠોકર મારતા રોડ પર ઉતરી જઈ રિક્ષા ત્યાં પડેલા ટેન્કર સાથે ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં રફીકશાને ફ્રેકચર સહિતની ઈજાઓ થઈ છે, જ્યારે રિક્ષામાં બેસેલા અન્ય મુસાફરો પણ ઘવાયા છે. અકસ્માત સર્જી ૭૭૨૯ નંબરનો ટ્રક મૂકી તેનો ચાલક નાસી ગયો છે. મેઘપર પોલીસ સ્ટેશનમાં અફઝલશા રફીકશાએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial