Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતના ગાંધીનગરમાં ગમખ્વાર દૃશ્યોઃ મૃતાંક વધી શકે
ગાંધીનગર તા. ૨૫ઃ ગાંધીનગરના રાંદેસણ નજીક એક કારે લોકોને હડફેટે લેતા એક મહિલા સહિત ૪ ના મોત થયા છે. અન્ય પાંચ ઈજાગ્રસ્તને હોસ્પિટલે ખસેડાયા છે.
ગાંધીનગરમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. રાંદેસણ પાસે સિટી પ્લસ સિનેમા સામે એક પૂરપાટ ઝડપે દોડતી કારે ચાર લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત ૪ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાની પુષ્ટિ થઈ છે, જ્યારે અન્ય ૫થી લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેનાથી મોતનો આંકડો વધી શકે છે.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જનાર કાર નંબર જીજે-૧૮-ઈઈ-૭૮૮૭ હિતેશ પટેલના નામે ગાડીનું રજિસ્ટ્રેશન થયેલું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત સર્જનાર કારચાલક નશામાં ધૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કારચાલકને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી સવાલો ઉભા થયા છે.
મેયરે આ વિશે વાત કરતા કહૃાું કે, ઘટનાની જાણ થતાં હું ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં સુધીમાં ત્રણ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા હતા. જોકે બે લોકો હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહૃાા છે.' ગાંધીનગર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ રવિ તેજાના જણાવ્યાનુસાર પ્રાથમિક તપાસમાં કારચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. કારચાલકની ઓળખ પણ હિતેશ પટેલ તરીકે થઇ છે જે ખુદ કારનો માલિક હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial