Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ અલગ-અલગ સિસ્ટમ પરસ્પર ટકરાતા
નવી દિલ્હી તા. ૨: ત્રણ સિસ્ટમો પરસ્પર ટકરાવાની સંભાવના સાથે ૭૫ કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટકવાની આઈએમડીની આગાહી ઉપરાંત ગુજરાતમાં અનોખી ઘટના અંગે એલર્ટ અપાયુ છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર ઝોન હવે વાવાઝોડામાં રૂપાંતરિત થઇ જતાં ચિંતા વધી ગઇ છે અને તે ઝડપથી ઉત્તર-ઉત્તર પશ્ચિમ કિનારા તરફ આગળ વધી રહૃાું છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ તાજા બુલેટિનમાં આ માહિતી આપી છે. આઈએમડી એ જણાવ્યું છે કે આ વાવાઝોડુ આજે કે ગુરુવારે (૨ ઓક્ટોબર) રાત્રે ઓડિશા અને તેની સાથે જોડાયેલા આંધ્ર પ્રદેશના કિનારે લેન્ડફોલ કરી શકે છે. આ દરમિયાન ૭૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે એ પણ જણાવ્યું છે કે આ વાવાઝોડું બીજા દિવસે એટલે કે ૩ ઓક્ટોબર સુધીમાં નબળું પડી જશે અને પવનની ગતિ ઘટીને ૪૫ થી ૫૫ કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે. પરંતુ આ વાવાઝોડાની અસર થોડા દિવસો સુધી જ ચાલુ રહેશે.
આ સાથે આઈએમડીએ એક અનોખી ઘટનાની પણ સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અરબ સાગરમાં પણ એક લો પ્રેશર ઝોન સર્જાયો છે જે ઉત્તર-પૂર્વ તરફ દ્વારકા અને ગુજરાતના કિનારા તરફ વધી રહૃાો છે. આ ઉપરાંત, ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહૃાું છે. આ ત્રણેય સિસ્ટમ્સ (બંગાળની ખાડીનું વાવાઝોડું, અરબ સાગરનું લો પ્રેશર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) ના એકબીજા સાથે ટકરાવવાની સંભાવના છે, જે એક અત્યંત અનોખી ઘટના હશે. તેના કારણે, ૪ થી ૮ ઓક્ટોબર દરમિયાન પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને આસપાસના રાજ્યોમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડી શકે છે.
આઈએમડી એ જણાવ્યું છે કે આ હવામાનની ઘટનાને કારણે આગામી ૫ દિવસ સુધી અડધા ડઝનથી વધુ રાજ્યોમાં ભારે પવન અને વરસાદ વરસી શકે છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, પૂર્વ મધ્ય પ્રદેશ અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે.
ઓડિશામાં ગુરુવારે સવારે પણ વરસાદ નોંધાયો હતો. રાજ્ય સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંવેદનશીલ જિલ્લાઓમાં કર્મચારીઓ અને મશીનરી તહેનાત કરી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ ભાગમાં મુખ્ય રૂપથી તટીય અને દક્ષિણી વિસ્તારોમાં બુધવારથી જ ભારે વરસાદ થઇ રહૃાો છે. આઈએમડીએ આજે રાજ્યના તમામ ૩૦ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
આઈએમડીએ પોતાના નિવેદનમાં કહૃાું કે બુધવારે રાત્રે બંગાળની ખાડીમાં લો પ્રેશર ઝોન સર્જાયું હતુંજે ૧૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહૃાું હતું પરંતુ હવે તેની ગતિ ઝડપી બની છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગુરૂવારે સવારે ૫:૩૦ વાગે લો પ્રેશર ગોપાલપુરથી લગભગ ૧૯૦ કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પૂર્વ, કલિંગપટ્ટનમ (આંધ્ર પ્રદેશ)થી ૧૯૦ કિલોમીટર પૂર્વ-દક્ષિણ પૂર્વ, પુરી (ઓડિશા) થી ૨૩૦ કિલોમીટર દક્ષિણ, વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ)થી ૨૫૦ કિલોમીટર પૂર્વ અને પરાદીપ (ઓડિશા)થી ૩૧૦ કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત હતું.
બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે 'ભારે દબાણના કારણે મધ્ય બંગાળ અને તેની અડીને આવેલી બંગાળને ખાડીમાં એક ઓક્ટોબરથી ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકથી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી તોફાની પવન ફૂંકાશે. બે ઓક્ટોબરે બપોરથી ત્રણ ઓક્ટોબર સવાર સુધી પશ્ચિમ-મધ્ય અને તેની અડીને આવેલી ઉત્તર-પશ્વિમ બંગાળની ખાડીમાં સ્પીડ ધીમે ધીમે ૫૫-૬૫ કિલોમીટર પ્રતિ કલાકથી વધીને ૭૫ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી જશે.આઈએમડી એ માછીમારોને ૩ ઓક્ટોબર સુધી ઓડિશાના કિનારા પાસે સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે.
નવરાત્રિના સ્થળો પર ગારા-કીચડનું સામ્રાજ્ય
જામનગરમાં બપોરે ધોધમાર વરસાદઃ સડકો પર વહેતા પાણી
જામનગરમાં આજે બપોરે વાતાવરણ બદલાયું હતું અને જોરદાર વરસાદ વરસ્યો હતો. જામનગરમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી મેઘાવી માહોલ જળવાયો છે, અને દરરોજ છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે. આજે સવારે છાટા વરસ્યા પછી બપોરે વાતાવરણ બદલાયું હતું અને શહેરમાં જોરદાર વરસાદ શરૂ થયો હતો, જો કે થોડીવાર માટે ધોધમાર વરસાદ પછી વિરામ લીધો હતો, પરંતુ આ વરસાદથી માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતાં. જ્યા આજે દશેરાના દિને પણ નવરાત્રિનું આયોજન છે ત્યાં મેદાનમાં પાણી ભરાયા છે અને ગારા-કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે, ત્યાં આજે રાત્રે ગરબા-દાંડિયાનું આયોજન કરવું મુશ્કેલ બન્યું છે અથવા મેદાનમાંથી પાણી નિકાલ માટે આયોજકોએ મહેનત કરવી પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial