Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિન્દુ સંમેલનમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે
લાલપુર તા. ૯: લાલપુર શહેરમાં હિન્દુ સમાજના સંગઠન અને સંસ્કૃતિ પ્રસાર માટે વીર સાવરકર વિદ્યાલયમાં ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પહેલા સાંજે ૬ થી ૭ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં આશરે ૧૭૦ બોટલ જેટલું રક્ત એકત્ર થયું હતું.
આ કાર્યક્રમનો પ્રારંભ રામધૂન સાથે કરવામાં આવ્યો હતો. ત્યાર પછી દીપ પ્રાગટ્ય અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહાઆરતી કરીને કાર્યક્રમને ધાર્મિક અને ભાવનાત્મક માહોલમાં આગળ વધારવામાં આવ્યો હતો.
સંમેલનમાં હિન્દુ સમાજની એકતા, સંસ્કૃતિના સરંક્ષણ અને રાષ્ટ્રપ્રેમના મૂલ્યો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમીયાન ઉપસ્થિત મહાનુભાવોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતાં. વક્તાઓએ પર્યાવરણ, સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય, સ્વબોધ અને સામાજિક સમરસતા જેવા વિષયો પર માર્ગદર્શન આપી સમાજમાં સંસ્કાર અને એકતાનું મહત્ત્વ સમજાવ્યું હતું. સર્વાંગી વિકાસ માટે સકારાત્મક વિચારધારા અપનાવવા તેઓએ સૌને આહ્વાન કર્યુ હતું.
આ સંમેલનનો મુખ્ય હેતુ હિન્દુ ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાનું સંરક્ષણ કરવાના સાથે યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ, સમાજ સેવા અને ધાર્મિક ભાવના વિકસાવવાનો હતો. તેમજ અંતે "વંદે માતરમ્" નું ગાન કરી સંપન્ન કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પ્રાંત અધિકારી અસવાર, જામનગર સ્વામિનારાયણ મંદિરના ચત્રભૂજ સ્વામી, શ્રી ઓઝા, પ્રગટેશ્વર મંદિરના મહંત મહેશ મુનિ, લાલપુર ગામના સરપંચ જયેશ તરૈયા, પૂર્વ સરપંચ સમીરભાઈ ભેંસદડીયા, ગ્રામ પંચાયતના સભ્યો સહિતના આગેવાનો અને હજારોની સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે હિન્દુ સંમેલન સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial