Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યની ૬ મનપાનો કાર્યકાળ પૂર્ણ થતાં વહીવટદારો નિમાયા
જામનગર તા. ૯: જામનગર મહાનગર પાલિકામાં જન પ્રતિનિધિઓનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં રાજ્યની અન્ય પાંચ મહાનગર પાલિકાની જેમ વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી નજીક છે તયારે રાજ્યની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાનો પંચવર્ષીય કાર્યકાળ પૂર્થ થતાં શાસન વ્યવસ્થા સંભાળવા વિવિધ આઈએએસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
જામનગર મહાનગર પાલિકાના વહીવટદાર તરીકે આરતી કંવરની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ મનપામાં મુકેશ કુમાર, સુરત મનપામાં ભોલેન્દ્ર તોરવર્ણ, વડોદરા મનપામાં શાલિની અગ્રવાલ, ભાવનગર મનપામાં હર્ષદ પટેલ તથા રાજકોટ મનપામાં રેમ્યા મોહનની વહીવટદાર તરીકે નિમણૂક થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial