Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર શખ્સ પાસેથી દાટેલા દાગીના સહિતનો સાતેક લાખનો મુદ્દામાલ કબજેઃ
જામનગર તા. ૨૭: જામજોધપુરના ગોપ ગામમાં ગયા સપ્તાહે ચાર દિવસ માટે બંધ રહેલા એક મકાનમાંથી રૂપિયા સાડા ત્રણ લાખથી વધુની કિંમતના પાંચ તોલા દાગીના ચોરાઈ ગયા હતા. તેની તપાસમાં જામજોધપુર પોલીસે સોનુ વેચવાની તજવીજ કરતા ચાર શખ્સને પકડી લઈ પૂછપરછ કરતા ઘાટવડ ગેંગથી ઓળખાતી આ ટોળકીએ ઉપરોક્ત ચોરી ઉપરાંત રાણાવાવની ચોરીની પણ કબૂલાત કરી છે. પોલીસે રૂ.૬,૯૬,૯૪૦ના દાગીના કબજે કરી લીધા છે.
જામજોધપુર તાલુકાના ગોપ ગામના વાડી વિસ્તારમાં રહેતા ધનીબેન પરબતભાઈ ગમારા નામના મહિલા તથા તેમના પરિવારજનો ગઈ તા.૧૬ના દિવસે પોતાના ઘરેથી બહારગામ ગયા પછી જ્યારે ૨૦ તારીખે સવારે પરત ફર્યા તે દરમિયાન તેમના ઘરમાં ચોરી થઈ ગઈ હતી.
ઉપરોક્ત દિવસોમાં તેમના મકાનમાં ઘૂસી ગયેલા કોઈ શખ્સોએ લાકડાના કબાટમાં રાખવામાં આવેલા ગોદડાની બેવડમાં મૂકવામાં આવેલા બટવામાંથી ૫૧ ગ્રામ એટલે કે પાંચ તોલાથી વધુ વજનના સોનાના દાગીનાની ચોરી કરી લીધી હતી. ધનીબેને કુલ રૂ.૩,૫૭,૦૦૦ની કિંમતના દાગીનાની ચોરી કરી જવા અંગે અજાણ્યા તસ્કરો સામે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઈ એ.એસ. રબારીના વડપણ હેઠળ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.
તે દરમિયાન પોલીસ દ્વારા કેટલાક સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારોને પણ એક્ટિવેટ કરવામાં આવ્યા હતા. જેમાં જમાદાર જીજ્ઞેશગીરી, કૃણાલ હાલાને બાતમી મળી હતી કે, ચાર શખ્સ જામજોધપુરમાં ગાંધી ચોક પાસે સોનુ વેચવા અંગે તજવીજ કરે છે. ત્યાં ધસી ગયેલી પોલીસ ટીમે મૂળ કોડીનારના ઘાટવડ ગામના વતની અને હાલમાં રાણાવાવમાં રહેતા હિતેશ દિલીપ ચૌહાણ, આતિશ ઉર્ફે વિશાલ બહાદુર રાઠોડ, કંવરસિંહ ઉર્ફે કડકસિંહ નવલસિંહ રાઠોડ અને બહાદુર ઉર્ફે બદરૂ છોટુભાઈ રાઠોડ નામના ચાર શખ્સને દબોચી લીધા હતા.
આ શખ્સોની તલાશી લેવાતા રૂ.૩,૧૭,૯૪૦ની કિંમતના ઘરેણા મળી આવ્યા હતા. આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ આણંદ, મોરબી, બોટાદ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગિર સોમનાથ જિલ્લાઓમાં ચોરી કરવા ઉપરાંત ગોપમાં પણ ચોરી કર્યાની કબૂલાત કરી પાટણ ગામની ગોળાઈ પાસે અવાવરૂ જગ્યામાં અન્ય દાગીના ખાડો કરીને દાટ્યાની પણ કબૂલાત આપતા ત્યાં ધસી ગયેલી પોલીસે રૂ.૩,૭૮,૭૦૦ના અન્ય સોનાના દાગીના કબજે કર્યા છે.
આ ટોળકી પાસેથી કુલ રૂ.૬,૯૬,૯૪૦ના દાગીના મળી આવ્યા છે. પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ કરતા જામજોધપુરના ગોપ તેમજ રાણાવાવમાં પણ થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. આરોપીઓ પાસેથી સોનાનો ૧૩ ગ્રામથી વધુ વજનનો સેટ, ૧૦ ગ્રામથી વધુ વજનનો ચેઈન, ચાર પેંડલ, સોનાનો ચાંદલો, બે જોડી બુટી, ડિઝાઈવાળો સોનાનો ચેઈન, એક સાદો ચેઈન, રાણાવાવમાંથી ચોરેલી સોનાની માળા, સોનાનો પેંડલવાળો ચેઈન અને એક સાદો ચેઈન મળી આવ્યો હતો.
ઘાટવડ ગેંગથી ઓળખાતી આ ટોળકી ગોપ તથા રાણાવાવમાંથી ચોરેલા દાગીના વેચવા જામજોધપુર આવી હતી અને પોલીસના સકંજામાં આવી ગઈ હતી. આરોપી પૈકીના હિતેશ ચૌહાણ સામે જુનાગઢ, બોટાદ, આણંદ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ૧પ ગુન્હા નોંધાયેલા છે. જ્યારે આતિશ સામે પણ ૧૫ ગુન્હા અને બહાદુર સામે મોરબી તથા ગોંડલમાં બે ગુન્હા તેમજ કંવરસિંહ સામે કાલાવડ, વિસાવદર, ગોંડલ, જુનાગઢમાં સાત ગુન્હા નોંધાયેલા છે. પોલીસે આ ટોળકીને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial