Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીય મજદુર સંઘ-આંગણવાડી યુનિયન દ્વારા
જામનગર તા. રરઃ ભારતીય મજદુર સંઘ પ્રેરીત આંગણવાડી યુનિયન દ્વારા, આંગણવાડી કર્મચારીના પ્રશ્નોને વાચા આપવા આગામી તા. ૪-૮-ર૦રપ ના ગાંધીનગરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
આંગણવાડી કર્મચારીના ન્યાયી અને વ્યાજબી પ્રશ્નોને અનેક રજૂઆતો પછી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આથી ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા આગામી તા. ૪-૮-ર૦રપ ના ગાંધીનગરમાં મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
આંગણવાડીની બહેનોનો બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવી, એમ.એમ.વાય.નો સ્ટોક આંગણવાડી કેન્દ્ર પર જ પહોંચાડવો, એફ.આર.એસ.માં પડતી મુશ્કેલી દૂર કરવી, કાયમી કરવા બાબતે રાજ્યની વડી અદાલતના ચૂકાદાનું અમલીકરણ કરવું, સ્માર્ટ મોબાઈલ તાત્કાલિક પૂરા પાડવા, ઉંમરના બાધ વગર બઢતી આપવી, વર્કર-હેલ્પરની જગ્યા ભરવી, અને નાસ્તાના ખર્ચમાં વધારો કરવો અને એડવાન્સ રકમ આપવી તેમજ ઈન્સેન્ટિવની રકમ તાત્કાલિક ચૂકવવી. આ મુખ્ય માંગણીઓને ધ્યાને રાખી રેલી યોજવામાં આવશે તેમ ભારતીય આંગણવાડી કર્મચારી સંઘ (જામનગર) ના સંગઠન મંત્રી આરતીબેન વારાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial