Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવે ડિપ્લોમશી નહીં, પાકને તેની જ ભાષામાં જવાબ આપીશું: તાલિબાન સરકારના પ્રવકતા
કાબુલ તા. ૧૭: પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી છે. જેમાં ૪૦૦ના મોત અને ૨૫૦ ઘાયલ થયા છે. પાકિસ્તાને નશા મુકિત કેન્દ્ર પર બોમ્બ ફેંકયા હોવાનો તાલિબાનનો આરોપ છે.
પાકિસ્તાને સોમવારે રાત્રે ફરી એકવાર અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી છે. સ્થાનિક મીડિયા અનુસાર, પાકિસ્તાની વાયુસેનાના લડાકુ વિમાનોએ રાજધાની કાબુલના ઘણા વિસ્તારોને નિશાન બનાવ્યા, જેમાં એક હોસ્પિટલ પણ સામેલ છે. આમાં ૪૦૦ લોકોનાં મોત થયા છે, જ્યારે ૨૫૦થી વધુ ઘાયલ થયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દારુલઅમાન, અરજાન કીમત, ખૈરખાના અને કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટની આસપાસના ઘણાં સ્થળોએ ધમાકા અને ગોળીબારના અવાજો સંભળાયા હતા. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સેનાએ કાબુલમાં એક નશા મુક્તિ હોસ્પિટલ પર બોમ્બ ફેંક્યા છે. તાલિબાને આ હુમલાની સખત નિંદા કરતા તેને માનવતા વિરુદ્ધનો અપરાધ ગણાવ્યો છે અને કહૃાું કે પાકિસ્તાને અફઘાનિસ્તાનના એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું છે.
બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના પ્રવક્તા મોશર્રફ ઝૈદીએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને કહૃાું કે કાબુલમાં કોઈ હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી નથી.
અફઘાનિસ્તાન સરકારના ડેપ્યુટી પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર જણાવ્યું કે આ હુમલો સ્થાનિક સમય અનુસાર રાત્રે લગભગ ૯ વાગ્યે થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હોસ્પિટલ ૨૦૦૦ બેડની છે. તેને ભારે નુકસાન થયું છે.
મીડિયાની ટીમો જ્યારે ત્યાં પહોંચી ત્યારે હોસ્પિટલના કેટલાક ભાગોમાં ત્યારે પણ આગ લાગી હતી. લગભગ ૩૦થી વધુ મૃતદેહો સ્ટ્રેચર પર બહાર કાઢવામાં આવી રહૃાા હતા. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે ત્યાં ઘણા દર્દીઓ હતા, તેથી મૃતકો અને ઘાયલોની સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે.
અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાને પાકિસ્તાની હુમલાઓની સખત નિંદા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે કાબુલમાં તાજેતરમાં થયેલા હવાઈ હુમલાઓથી લોકો દુઃખી છે. આ હુમલાઓમાં ઘણાં સામાન્ય લોકોના જીવ ગયા. કેટલાક હુમલા ઘરો, શાળાઓ અને હોસ્પિટલોની આસપાસ પણ થયા.
સામાન્ય લોકોના વિસ્તારો પર હુમલો કરવો આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર યુદ્ધ અપરાધ માનવામાં આવે છે, ભલે તે જાણી જોઈને કરવામાં આવ્યો હોય કે ભૂલથી. ખાસ કરીને રમઝાનના પવિત્ર મહિના દરમિયાન આવી ઘટનાથી લોકોમાં વધુ દુઃખ અને ગુસ્સો છે.
લોકોએ સંયુક્ત રાષ્ટ્ર (યુએન) અને માનવાધિકાર સંગઠનો પાસે માંગ કરી છે કે આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને જે પણ જવાબદાર હોય તેને સજા કરવામાં આવે. પાકિસ્તાને રવિવારે રાતભર કંધાર પ્રાંતમાં એરસ્ટ્રાઈક કરીને આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાને આ કાર્યવાહી ઓપરેશન 'ગજબ-લિલ-હક' હેઠળ કરી. તેના જવાબમાં અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનના સૈન્ય કેમ્પ પર હુમલો કર્યો.
પાકિસ્તાનના સૂચના મંત્રી અતાઉલ્લાહ તરારના મતે, હુમલામાં તે ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા જેનો ઉપયોગ પાકિસ્તાની તાલિબાન (ટીટીપી) જેવા સંગઠનો સરહદ પાર હુમલાઓની તૈયારી માટે કરતા હતા.
પાકિસ્તાને એવો પણ આરોપ લગાવ્યો છે કે શુક્રવારે રાત્રે અફઘાનિસ્તાન તરફથી ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેનો કાટમાળ પડવાથી ક્વેટામાં બે બાળકો સહિત કેટલાક નાગરિકો ઘાયલ થયા હતા.
આ ઘટના બાદ તાલિબાન સરકારે પાકિસ્તાનને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે. પ્રવક્તા સુહૈલ શાહીને સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે હાલ કોઈ પણ પ્રકારની ગુપ્ત વાટાઘાટો ચાલી રહી નથી અને જો પાકિસ્તાન સૈન્ય માર્ગ પસંદ કરશે, તો અફઘાન સરકાર પણ તેને તેની જ ભાષામાં જવાબ આપવા તૈયાર છે. તાલિબાને પાકિસ્તાન પર આરોપ લગાવ્યો છે કે તે અફઘાનિસ્તાનમાં સ્થિરતા ઈચ્છતું નથી અને પાકિસ્તાને વર્ષોથી ત્યાં રહેતા લાખો અફઘાન શરણાર્થીઓની સંપત્તિ છીનવીને તેમને બળજબરીથી પરત મોકલી દીધા છે. તાલિબાને ખાતરી આપી છે કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિ માટે નહીં થવા દેવાય, પરંતુ પાકિસ્તાનના આક્રમક વલણને સાંખી લેવામાં આવશે નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial