Advertisement
Author: નોબત સમાચાર

હાપા પાસેથી ઈંગ્લીશ દારૂના ત્રણ ચપલા સાથે એક શખ્સની અટકાયત

ધુંવાવ પાસેથી બે બોટલ સાથે એક ઝબ્બેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગર નજીકના હાપા પાસેથી એક શખ્સ ઈંગ્લીશ દારૂના ત્રણ ચપલા સાથે ઝડપાયો છે. જ્યારે ધુંવાવ પાસેથી એક શખ્સની બે બોટલ દારૂ સાથે અટકાયત કરવામાં આવી છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા હાપા ગામ નજીકના મોટરના એક શો-રૂમ પાસેથી ગઈકાલે સાંજે પસાર થઈ રહેલા ગુલાબનગરમાં વસવાટ કરતા પારસ સુભાષભાઈ માજુસા નામના શખ્સને પેટ્રોલિંગમાં રહેલા પોલીસ સટાફે શકના આધારે રોકાવી તેની તલાસી લેતા આ શખ્સ પાસેથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ત્રણ ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા કબજે કરી આરોપીની ધરપકડ કરી છે.

જામનગર નજીકના ધુંવાવ ગામના હાઉસિંગ બોર્ડમાં રહેતા ફિરોઝ જુમાભાઈ બાબવાણિ ઉર્ફે મુન્ના નામના શખ્સને  ઇંગ્લિશ દારૂની બે બોટલ સાથે દબોચી લઈ ગુનો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh