Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રામીણ વિસ્તારોમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને
જામનગર તા. ૨૯: જામનગરના જુના અને જાણીતા શેઠ શ્રી કરશનદાસ હલુ ધર્મશાળા, જામનગર દ્વારા શનિવાર તા. ૧૯-૯-૨૫ના ખારા વેઢા પ્રાથમિક શાળા, ભોળેશ્વર ધુતારપુર પ્રાથમિક શાળા, ધુળશીયા પ્રાથમિક શાળા, સુમરી ધુતારપુર પ્રાથમિક શાળા અને વિજયપુર પ્રાથમિક શાળાના તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ૬૦૦ જોડી યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ટ્રસ્ટના મુંબઈ સ્થિત ટ્રસ્ટી જગદીશભાઈ મુકંદભાઈ મર્ચન્ટના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ટ્રસ્ટી ભાવેશભાઈ મંકોડી તથા વ્યવસ્થાપક ભરતભાઈ માંકડ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. વિશેષમાં આ ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે કે આગામી દિવસોમાં પણ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial