Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં શીરેશ્વર લોકમેળાની પૂર્ણાહુતિ

પોલીસતંત્રની ઉત્કૃષ્ટ કામગીરી રહીઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૩૦: ખંભાળીયામાં યોજાયેલા સુપ્રસિદ્ધ શીેરેશ્વર લોકમેળાની કોઈપણ અનિચ્છનિય બનાવ વગર પૂર્ણાહુતિ થઈ હતી. જેની સફળતા માટે પોલીસતંત્રની ઉત્કૃષ્ટ કામગીરી અને વ્યવસ્થા કારણભૂત રહી હતી. ત્યારે આયોજક ગ્રામ પંચાયતની કામગીરી શૂન્ય જેવી જ રહી હતી.!

તા. ૨૬-૮ ના શરૂ થયેલ આ મેળો પ્રથમ દિવસે તો જામ્યો ન હતો. પણ તે પછી તા. ૨૭-૮ના ગણેશ ચોથના અને પાંચમના તો એટલા લોકો ઉમટ્યા કે મેળામાં પગ મુકવાની જગ્યા ન હોય તેવી સ્થિતિ તો ચકડોળ રાઈડોમાં કતારો લાગી હતી.

પોલીસતંત્રની ઉત્કૃષ્ટ કામગીરી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી મોટો તથા અવ્યવસ્થા ના તથા લૂંટમેળાના નામે આ મેળો પ્રસિદ્ધ થતો હોય તાજેતરમાં જ દ્વારકા જિલ્લા પોલીસ વડા તરીકે આવેલા જયરાજસિંહ વાળાના ધ્યાને આ બાબત આવતા જ તેમણે ડીવાય. એસ.પી. વિસ્મય માનસેતાને ખાસ વ્યવસ્થાની સૂચના આપતા તેમના માર્ગદર્શનમાં વ્યવસ્થા ગોઠવાઈ હતી.

પોલીસ દ્વારા મેળામાં આવક-જાવકના રસ્તા તથા મેળામાં ૨૫ સીસીટીવી રાખીને તેનો ખાસ કંટ્રોલરૂમ સવારના ૬ થી સવારના ૪ સુધી ચાલુ રાખીને તથા તેના પરથી ટ્રાફિક, ભીડ, નિવારણ, ક્યાંક લોકોની વધુ પડતી ભીડ કે કંઈ મગજમારી જેવું લાગે તો તુરંત પોલીસ મોકલવા કામગીરી કરીને પી.આઈ. બી.જે.સરવૈયા તથા ખંભાળીયા પોલીસ સ્ટાફ દ્વારા ખૂબજ સુંદર વ્યવસ્થા ગોઠવાઈ હતી. દરેક પાર્કીંગ સ્થળે પો.સ.ઈ.ની ઉપસ્થિતિમાં વ્યવસ્થા, મેળામાં પબ્લિક એનાઉન્સમેન્ટની વ્યવવસ્થા, વૃદ્ધ, બાળકો માટે શી ટીમની મદદ સતત બાવીસ કલાક ચાલતા આ લોકમેળા માટે બે શીફ્ટમાં પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ, ટી.આર.બી., જી.આર.ડી. તથા હોમગાર્ડઝ જવાનોનો બંદોબસ્ત તથા ખાસ સ્ટાફ તથા સુવિધા સાથે 'સુરક્ષારથ' ને પણ રાખવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh