Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ તથા ફૂટબોલ ગ્રાઉન્ડની દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વીકાર કરાયો
જામનગર તા. ૧૭: જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા રૂપિયા ૪૩ કરોડ ૪ લાખના કામોને બહાલી અપાઈ છે. શહેરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ અને ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવાની દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વીકાર કરાયો છે. વધારાના ખર્ચાઓ અને સીસી રોડના કરોડોના ખર્ચાઓ મંજૂર કરાયા છે.
જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રૂપિયા ૪૩ કરોડ ૪ લાખના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક તા. ૧૭-૦૨-૨૦૨૬ ના ચેરમેન નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ ૯ સભ્યો ઉપરાંત ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન.મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જીનિયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશનર (ટે.) જીજ્ઞેશ નિર્મલ ઊપસ્થિત રહૃાા હતા.
જામનગર શહેરમાં ભીમ વુડ સામે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા અંગેની દરખાસ્તનો તેમજ જામનગર શહેરમાં પોલીસ હેડક્વાર્ટર પાછળ ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવાની દરખાસ્ત અંગે સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો.
જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલથી ખોડીયાર કોલોની થઈ ૮૦' રોડ થઈ ઝઘડિયા કેનાલ સુધી નવી આર.સી.સી. બોક્ષ કેનાલ બનાવવાના કામ અંગે રૂ।.૨૩.૭૮ કરોડ , જામનગર મહાનગર સેવા સદન-૧ ના હયાત બિલ્ડીંગ ઉપર ત્રીજો માળ બનાવવાની કામગીરી અન્વયે લીફટ ફીટીંગ કરવાની કામગીરી અંગેની દરખાસ્ત અન્વયે રૂ।.૮.૬૭ લાખ , સોલાર ટ્રી-સોલાર ટ્રી (ગઝીબો) એન્યુઅલ મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટને એકસ્ટેન્શન આપવા અંગે સ્ટે. ક. ઠરાવ નં. ૮૩૯ તા. ૧૧-૧૨-૨૦૨૪ અન્વયેની દરખાસ્ત મંજૂર કરી રૂ..૪૬.૪૬ લાખનો ખર્ચ, વોર્ડ નં. ૧ થી ૧૯ના નગરસીમ વિસ્તારોમાં ઈઈએસએલની સ્ટ્રીટ લાઈટોનું મેઈન્ટેનન્સનું કામ આઉટસોર્સીંગથી કરવા અન્વયે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂ।.૫૨.૪૮ લાખ, ગુલાબનગર ઓવરબ્રિજથી ધુંવાવ ગામ સુધી નવી સેન્ટ્રલ લાઈટીંગ અંગે રૂ।.૨૧.૮૨ લાખ તથા ધુંવાવ ગામને બદલે ખીજડીયા સુધી મંજુર થયેલ ભાવે કામગીરી કરાવવા અંગે પ્રોરેટા અનુસારનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.
નવા વિસ્તારો નવા ડેવલપ થયેલ સોસાયટીઓમાં આવેલ મુખ્ય/ડી.પી. રોડ, જેમ આર્શીવાદ દીપથી રાજકોટ રોડ, ૪૯ દિગ્વીજય પ્લોટથી જ્ઞાનશક્તિ સર્કલ, રાજકોટ રોડથી ધોરીવાવ સુધીના રોડમાં સેન્ટ્રલ લાઈટીંગ અંગે રૂ।.૬૮.૬૪ લાખ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં બેડમિન્ટન કોચની કોન્ટ્રાકટ બેઈઝથી નવી નિમણૂક આપવા અંગેની દરખાસ્તની વિગતે નવી નિમણૂક આપવાનું મંજુર કરવામાં આવ્યું હતું.
સમર્પણ ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એક્ઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી. /બ્રિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવા (બે વર્ષ માટે) ના કામ અંગે રૂ।. ૨૩.૧૯ લાખ, રણજીતનગર ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નબ્રી આર.સી.સી. / બિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ માટે રૂ।. ૩.૯૭ લાખ, પ્રોવાઈડીંગ, સપ્લાઇંગ આઈએસઆઈ માર્કવાળી એલ્યુમીના ફેરીક-૧૬ ટકા ગ્રેડ-૪ મુજબ સ્લેબમાં સપ્લાય કરવાના કામ અંગે રૂ।. ૫૭.૨૪ લાખ, શહેર ઝોન-૨માં જુદી જુદી ડી.આઈ. પાઈપ લાઈન નાખવાના મજુરી કામે વધારાના કામ અંગે રૂ।. ૭૨.૧૮ લાખ, સને ૨૦૨૬-૨૭ માટે વોટર વર્કસ શાખા મારફત પી.એ.સી. ૧૦ ટકા ખરીદી અંગે રૂ।. ૧૪૧.૪૮ લાખ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે ટવીન બીન્સ (નંગ-૫૦૦) ખરીદવા અંગે ૨૫૦ નંગ ખરીદીનું ખર્ચ રૂ।. ૨૬.૯૦ લાખ, ઈન્દીરા માર્ગ મહાલક્ષ્મી બંગલોથી નાઘેડી બાયપાસ થઈ પ્રણામી ટાઉનશીપ-૫ હોટલ કીચન એજ સુધીની બોકસ કેનાલ અને તેને સમાંતર સીવરેજ ડ્રેનેજ લાઈન બનાવવાના કામ માટે રૂ।. ૧૯૮.૭૧ લાખ, મંજૂર કરાયા છે.
તદૃપરાંત વોર્ડ નં. ૫, અંબાવિજય સોસાયટી વી-માર્ટ પાસે આવેલ પ્લોટમાં ઓકસીજન પાર્ક બનાવવાના કામ માટે રૂ. ૧૪૪.૮૫ લાખ, વોર્ડ નં. ૧૧ મહાપ્રભુજી બેઠક પાસે સુર્યમુખી હનુમાન મંદિર સામેથી ટી.પી. સ્કીમ નં. ૨ માં ૧૨ મી. ટી.પી. રોડ પર ૬૬ કે.વી. સબ સ્ટેશન સુધી સી.સી. રોડ બનાવવાના કામ અંગે રૂ।. ૧૮૯.૨૯ લાખ, વોર્ડ નં. ૧૬, લાલપુર રોડ, ગ્રીનસિટી પુલીયાથી પટેલ પાર્ક અને રામવાડી વચ્ચેની કાંલીદી સ્કુલવાળા મેઈન રોડ સુધી સી.સી. રોડ બનાવવાના કામ અંગે રૂ।. ૧૮૮.૬૭ લાખ, આઉટ ગ્રોથ એરીયાની વર્ષ ૨૦૨૫-૨૬ની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં. ૧૬માં આલાપ સોસાયટી અને સાંઈપાર્ક મેઈન રોડમાં સી.સી. રોડનું કામ, વોર્ડ નં. ૧૬માં સાંઈપાર્કમાં શેરી નં. ૧, ૨ અને ૩ માં સી.સી. રોડનું કામ, વોર્ડ નં. ૧૬ માં મંગલધામ મારૂ કંસારાવાળા મેઈન રોડના છેડેથી આલાપ એવન્યુના ગેઈટ સુધી સી.સી. રોડના કામે વધારાના કામ અંગે રૂ।. ૧૨.૭૫ લાખ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની આઉટ ગ્રોથ એરીયાની વર્ષ ૨૦૨૪-૨૫ની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં. ૧૬ અને વોર્ડ નં. ૧૨માં કિર્તીપાનથી વાયા હર્ષદમીલની ચાલી થઈ ઘાંચીની ખડકી સુધીના અધુરા ડી.પી. રોડમાં સી.સી. રોડના કામે વધારાના કામ અંગે રૂ।. ૩૮.૧૩ લાખ, આઉટ ગ્રોથ એરીયાની વર્ષ ૨૦૨૫-૨૬ ની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં. ૧૬માં ગોકુલધામ ન્યારા પમ્પની બાજુમાં મેઈન રોડમાં સી.સી. રોડનું કામ જ વોર્ડ નં. ૧૬, ગોકુલધામ રૂદ્ર એગ્રો.ની પાછળ મેઈન રોડમાં સી.સી. રોડ બનાવવાના કામ અંગે રૂ।. ૭૦.૧૮ લાખ, વોર્ડ નં. ૧૧, લાલવાડી વિસ્તાર વ્રજ વિહાર સોસાયટી અને શાંતિ વિહાર સોસાયટીની આંતરિક શેરીઓમાં સી.સી. રોડ બનાવવાના કામ અંગે રૂ।. ૧૮૨.૫૦ લાખ, વોર્ડ નં. ૧૬માં નંદનવન પટેલ સમાજ સુધી અને તેની આજુ-બાજુના રોડમાં સી.સી. રોડ બનાવવાનું કામ, વોર્ડ નં. ૧૬માં નંદનવન શેરી નં. ૩, નંદનવન કોમ્પલેક્ષની બાજુના રોડમાં સી.સી. રોડ બનાવવાનું કામ, વોર્ડ નં. ૧૬માં નંદનવન પાર્ક ગેઈટ (મોમાઈ પાન) થી સાંઈબાબા ગેઈટ સુધી સી.સી. રોડ બનાવવાના કામે વધારાના કામ અંગે રૂ।. ૨૦.૦૩ લાખના ખર્ચની મંજૂરી આપવામાં આવી હતી.
જાડાની ૧૦૦ ટકા ગ્રાન્ટ અન્વયે વોર્ડ નં. ૧૧ જામનગર રાજકોટ હાઈવે થી ધુંવાવ હાઉસીંગ બોર્ડ સોસાયટી આંતરિક રોડ તથા ધુંવાવ હાઉસીંગ બોર્ડ સામેથી પોલીસ ચોકી સુધી સી.સી. રોડના કામ અંગે રૂ।. ૪૮.૫૮ લાખ, સિવિલ નોર્થ ઝોન (વોર્ડ નં. ૨, ૩ અને ૪)માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામે વધારાના કામ અંગે રૂ।. ૧૦ લાખ , સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૫, ૯, ૧૩ અને ૧૪) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામે વધારાના કામ અંગે રૂ।. ૧૫ લાખ, સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૫, ૯, ૧૩ અને ૧૪) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્કસના કામે વધારાના કામ અંગે રૂ।. ૭.૫૦ લાખ, મહિલા અને બાળ વિકાસ વિભાગની આઈ.સી.ડી.એસ. યોજના અન્વયે જામનગર શહેરમાં અલગ-અલગ ૯(નવ) આંગણવાડી કેન્દ્રોમાં મેઈન્ટેનન્સ અને રીનોવેશન કરવાના કામ અંગે રૂ।. ૧૩.૯૦ લાખ, શિક્ષણ ઉપકરની ગ્રાન્ટ અન્વયે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં સ્ટ્રેન્ધનિંગ ઓફ ઈન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝના કામે વધારાના કામ અંગે રૂ।. ૪૬.૪૫ લાખ, વોર્ડ નં. ૧ થી ૮ માં ગાર્ડનના હેતુ માટે ટ્રેકટર ટ્રોલી વીથ લેબર સપ્લાય કરવાના કામે વધારાના કામ અન્વયે રૂ।. ૭.૫૦ લાખ, વોર્ડ નં. ૯ થી ૧૬ માં ગાર્ડનના હેતુ માટે ટ્રેકટર ટ્રોલી વીથ લેબર સપ્લાય કરવાના કામે વધારાના કામ અંગે રૂ।. ૭.૫૦ લાખ મંજૂર કરાયા છે.
તે ઉપરાંત સિવિલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧, ૬ અને ૭) અને સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૫, ૯, ૧૩ અને ૧૪) ગાર્ડનના હેતુ માટે વોટર ટેન્કર વડે રોડ સાઈડ ટ્રી-પ્લાન્ટેશનમાં પાણી પીવડાવવાના કામે વધારાના કામ અંગે રૂ।. ૭.૭૦ લાખ, સિવિલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં. ૧૦,૧૧ અને ૧૨) અને નોર્થ ઝોન (વોર્ડ નં. ૨, ૩ અને ૪) તથા સાઉથ ઝોન (વોર્ડ નં. ૮, ૧૫ અને ૧૬)માં ગાર્ડનના હેતુ માટે વોટર ટેન્કર વડે રોડ સાઈડ ટ્રી-પ્લાન્ટેશનમાં પાણી પીવડાવવાના કામે વધારાના કામ અંગે રૂ।. ૭.૭૦ લાખના ખર્ચને બહાલી આપવાં આવી હતી. વોર્ડ નં. ૧૧ લાલવાડી વિસ્તા૨ સંસ્કારધામ સોસાયટી, શિતવન સોસાયટી, ગીરીરાજ સોસાયટી શરી નં. ૪, મહાપ્રભુજી બેઠક પાછળ શ્રીજી સોસાયટી તથા વ્રજ વલ્લભ સોસાયટીની આંતરિક શેરીઓમાં સી.સી. રોડના કામે વધારાના કામ ની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી. મ્યુનિ. વહીવટી ભવનમાં સ્ટ્રેન્ધનીંગ વર્કસના કામ અંગે રૂ।. ૧૮૬.૦૩ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.
આમ આજની બેઠકમાં સીસી રોડ અને વધારાના ખર્ચાઓ મળી કુલ રૂ. ૪૩ કરોડ ૪ લાખના ખર્ચાઓને બહાલી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial