Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાંથી બે વાહનની ચોરી કરનાર શખ્સને દબોચાયોઃ છ વાહન કબજે થયા

ચાર વાહન અંગે હાથ ધરાઈ પૂછપરછઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરના બે આસામીના નવ દિવસમાં બે સ્કૂટર ચોરાઈ ગયા હતા. તેની તપાસમાં પોલીસે સાયોના શેરી નજીક શિવનગરમાં રહેતા એક શખ્સને પકડી લઈ પૂછપરછ કરતા ઉપરોક્ત બે વાહન સહિત છ વાહન મળી આવ્યા છે. પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે.

જામનગરના વુલન મીલ રોડ પર ગાયત્રીનગરમાં રહેતા વજશીભાઈ પરબતભાઈ વરૂ નામના આસામીએ ગયા ગુરૂવારે બપોરે બે વાગ્યે બેડી રીંગરોડ પર કેટરર્સના એક ગોડાઉનની બહાર પોતાનું જીજે-૧૦-ઈબી ૯૫૬૮ નંબરનંુ જ્યુપીટર સ્કૂટર મુક્યું હતું. ત્યાંથી બે કલાકમાં રૂ.પ૦ હજારનું આ વાહન ચોરાઈ ગયું હતું. જ્યારે અયોધ્યાનગરમાં રહેતા ચેતનભાઈ ધીરૂભાઈ તાળાનું જીજે-૧૦-બીએલ ૩૬૩૧ નંબરનું સ્કૂટર ગઈ તા.૧૨ની રાત્રે ઉપડી ગયંુ હતું.

આ બાબતની કરાઈ રહેલી તપાસ દરમિયાન સિટી સી ડિવિઝનના સ્ટાફને મળેલી બાતમીના આધારે ગોકુલનગર સોમનાથ સોસાયટી પાસેથી વિશાલ રાજુ ચાવડા નામના શખ્સને દબોચી લેવાયો હતો. તેની પાસેથી રૂ.૭પ હજારના ઉપરોકત બે વાહન ઉપરાંત જીજે-૩૭-એન ૫૦૬૯ નંબરનું એકસેસ, જીજે-૧૦-ડીબી ૩૧૧૬ નંબરનું સાઈન, જીજે-૧૮-કયુ ૫૧૭૫ નંબરનું સ્પ્લેન્ડર તથા એક એક્ટિવા મળી આવ્યા છે. પોલીસે છએય વાહન કબજે કરી વિશાલ ચાવડાની ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh