Advertisement
Author: નોબત સમાચાર

રેલવે ટ્રેક પર મોડીરાત્રે ચાલ્યા જતાં યુવાનને માલગાડીની ટક્કરઃ મોત

મૃતકના ભાઈનું પોલીસે નિવેદન નોંધ્યું:

                                                                                                                                                                                                      

    જામનગર તા. ૩૧: જામનગરના દિગ્જામ સર્કલથી મહાકાળી સર્કલ વચ્ચેના રેલવે ટ્રેક પર રવિવારની મોડીરાત્રે ચાલ્યા જતાં એક યુવાન માલગાડીની હડફેટે ચઢ્યા પછી મોતને શરણ થયા છે. મૃતકના ભાઈએ મૃતકની ઓળખ આપી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જામનગરના દિગ્જામ સર્કલથી મહાકાળી સર્કલ વચ્ચે આવેલા ઓવરબ્રિજ નીચે રેલવે ટ્રેક પરથી રવિવારની રાત્રે સાડા ત્રણેક વાગ્યે માલગાડી પસાર થઈ હતી. આ વેળાએ રેલવે ટ્રેક પરથી પ્રવીણભાઈ ભવાનભાઈ મેથાણીયા (ઉ.વ.ર૬) નામના યુવાન પસાર થઈ રહ્યા હતા. તેઓને માલગાડીના એન્જિનની ટક્કર વાગતા તેઓ ફ્ંગોળાઈ ગયા હતા.

જામનગરના જીઆઈડીસી ફેસ-૩ નજીક મહાદર્શન ગૌશાળા પાસે રહેતા આ યુવાન એન્જિનની ટક્કરથી ફેંકાઈ ગયા પછી તેઓના એક હાથના આંગળા કપાઈ ગયા હતા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું.

અકસ્માતની જાણ થતાં સિટી સી ડિવિઝનનો પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસે મૃતકની ઓળખ મેળવ્યા પછી તેના પરિવારને જાણ કરતા મૃતકના મોટાભાઈ સુરેશભાઈ મેથાણીયા દોડી આવ્યા હતા. તેઓએ પ્રવીણભાઈની ઓળખ આપી હતી. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh