Advertisement
Author: નોબત સમાચાર

શાંતિપૂર્ણ રીતે ચાલતી ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાઃ એક પણ ગેરરીતિ-કોપી કેસ નહીં

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૨: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. તથા મુખ્ય પેપરોમાં પણ એકપણ ગેરરીતિ, ચોરી, કે કોપીકેસ નોંધાયા નથી.

દરેક પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી તથા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત તથા પરીક્ષા સમય દરમ્યાન વીજ પુરવઠો જળવાઈ રહે તથા પ્રશ્નપત્રો તથા સાહિત્ય સમયસર સમગ્ર જિલ્લાના તમામ કેન્દ્રો પર પહોંચે તેવી વ્યવસ્થા પણ ગોઠવાઈ છે.

જિલ્લામાં રાજકોટથી બોર્ડની ફલાઈંગ સ્ક્વોડ આચાર્ય સ્ક્વોડ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું તથા મહત્ત્વના પ્રશ્નપત્રોમાં જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારા પ્રાંત અધિકારીઓને પણ પરીક્ષા સ્થળો પર ચેકીંગ કરવા મોકલ્યા હતા, પણ ક્યાંય કોઈ ગેરરીતિ કે કોપી કેસ નોંધાયા નથી.

જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા દ્વારા દરરોજ જુદા જુદા ગામોના ક્ન્દ્રોની રૂબરૂ  મુલાકાત કરવામાં આવી રહી છેેેે. તા. ૧૮-૩-૨૬ના પરીક્ષાની પૂર્ણાહુતિ થશે. સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહ ધો. ૧૦ અને ૧૨માં કયાંય ગેરરીતિનો કેસ નોંધાયો નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh