Advertisement
Author: નોબત સમાચાર

સલાયા પંથકમાં ર૦૦ રૃપિયાની ચિલ્ડ્રન ચલણી નોટથી છેતરાતા લોકો

પોલીસની કડક કાર્યવાહી જરૃરીઃ

                                                                                                                                                                                                      

સલાયા તા. ૧પઃ ખંભાળિયાના સલાયા પંથકમાં રૃા. ર૦૦ ના દરની ચિલ્ડ્રન ચલણી નોટથી અનેક લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. પોલીસ વિભાગે આવી નોટો બનાવતી ફેક્ટરી ઉપર કડક કાર્યવાહી કરે તેવી માગણી પણ ઊઠવા પામી છે.

રૃા. ર૦૦ ના દરની અસલ ચલણી નોટ જેવી જ ચિલ્ડ્રન એટલે કે નકલી નોટ બનાવવામાં આવી રહી છે. આથી કેટલાક ભેજાબાજ-ઠગ લોકો આવી નોટો મારફત ખરીદી કરી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.

સલાયા પંથકમાં અનેક લોકો આવી છેતરપિંડીનો ભોગ બન્યા છે. ખાસ કરીને બુઝુર્ગ અને અશિક્ષિત લોકો વધુ શિકાર બન્યા છે.

બજારમાં ફરતી આવી નકલી ચલણી નોટ બનાવતી કંપનીઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ. નકલી અને બાળકોના રમત માટે નકલી નોટ બનાવવામાં આવે છે, પરંતુ આટલી સામયતા ન હોવી જોઈએ. તફાવત સ્પષ્ટ દેખાય તેવી નોટ જ બનાવવામાં આવે તો કોઈને વાંધો હોઈ શકે નહીં. સરકારે અને પોલીસે ત્વરીત યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી માગણી ઊઠવા પામી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh