Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશાલ હોટલના એકાઉન્ટન્ટ પરના હુમલાના કેસમાં
જામનગર તા. ર૩: જામનગરની વિશાલહોટલના એકાઉન્ટન્ટ પર જીવલેણ હુમલાની ઘટનાના કેસમાં મહત્ત્વપૂર્ણ વળાંક આવ્યો છે. આ કેસમાં જાણીતા ઉદ્યોગપતિ કિરીટભાઈ ભદ્રા સહિત ૧૩ આરોપીઓના જામીન અદાલતે મંજુર કર્યા છે.
આ કેસની વિગતોમાં આરોપીઓએ ફરિયાદી એનકાઉન્ટરને વિશાલ હોટલ પર નહીં જવા બાબતે લોખંડના પાઈપ, લાકડાના ધોકા જેવા હથિયારો સાથે ધમકી આપી હતી. ફરિયાદી એકાઉન્ટન્ટે આરોપીની વાત નહીં માનતા આરોપીઓએ ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને ફરિયાદીના શરીરના વિવિધ ભાગોમાં અને ખાસ કરીને છાતીના ભાગે ગંભીર અને જીવલેણ ઈજા પહોંચાડી હતી.
આ બનાવ અંગે પોલીસે કિરીટભાઈ ભદ્રા સહિત તેર આરોપીઓ સામે ગુન્હો નોંધી ધરપકડ કરી હતી.
આ કેસમાં આરોપીઓએ જામનગરની અદાલતમાં જામીન અરજી કરી હતી, જેમાં આરોપીઓના વકીલની દલીલો સાંભળ્યા પછી ન્યાયમૂર્તિએ તમામ આરોપીઓને અલગ-અલગ જામીન આરજીઓમાં રાહત આપતા કિરીટભાઈ ભદ્રા સહિત તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આઠ આરોપીઓ તરફથી વકીલ કેતનભાઈ આશર, બી.એ. જાડેજા, સી.એલ. રાઠોડ, મીત ઉપાધ્યાય, વિવેક ખેતિયા તથા મજબુતસિંહ વાઘેલા રોકાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial