Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્કૂટરમાં ચાર ચપલા સાથે જતો શખ્સ પકડાયોઃ
જામનગર તા. ૩૦: જામનગરની સત્યમ્ કોલોનીમાં એક મકાન ભાડે રાખી તેમાં દારૂનું વેચાણ કરાતું હોવાની બાતમી પરથી પોલીસે પાડેલા દરોડામાં મકાન ભાડે રાખનાર શખ્સની ઈંગ્લીશ દારૂની નાની મોટી ૨૨૯ બોટલ મળી આવી છે. આરોપી નાસી ગયો છે. સ્કૂટરમાં ઈંગ્લીશના ચાર ચપલા સાથે જતો શખ્સ ઝડપાયો છે.
જામનગરના સત્યમ્ કોલોની વિસ્તારમાં આવેલી શિવમ્ સોસાયટી શેરી નં.૧માં એક મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી શનિવારે સાંજે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ત્યાં આવેલા નિલેશભાઈ વાલજીભાઈ ભદ્રા નામના આસામીના મકાનમાં દરોડો પાડયો હતો.
તે મકાન મોહિત સંજયભાઈ જાદવાણી નામના શખ્સે ભાડે રાખ્યું હોવાનું ખૂલ્યું છે. આ મકાનની તલાસી લેવામાં આવતા તેમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી મળી ૨૨૯ બોટલ મળી આવતા પોલીસે રૂપિયા ૩૮,૧૫૭ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો છે. દરોડા પહેલા નાસી ગયેલા મોહિત સંજયભાઈ જાદવાણી ની શોધ કરાઈ રહી છે.
જામનગરના ગોકુલનગર નજીક ખોડિયારનગરમાંથી ગઈકાલે રાત્રે પસાર થતાં એક સ્કૂટરને રોકાવી પોલીસે ચેક કરતા ગોકુલનગરમાં રહેતા દીપક રમેશભાઈ ધંધુકીયા નામના શખ્સના કબજામાંથી દારૂના ચાર ચપલા મળી આવ્યા હતા. સ્કૂટર તથા ચપલા કબજે કરી લેવાયા છે અને દીપક ધંધુકીયાની ધરપકડ કરી લેવાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial