Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત
જામનગર તા. ૧૬: જામનગર તાલુકાના હાપા માર્કેટિંગ યાર્ડમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ થકી લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં જામનગર તાલુકાના રવાણી ખીજડીયા ગામના લાભાર્થી ગુલાબબા મહેન્દ્રસિંહ જાડેજાને એજી આર-૨ ફાર્મ મિકેનાઈઝેશન યોજના અંતર્ગત બેલર (ટ્રેકટર સંચાલિત ઘાંસની ગાંસડી બાંધવાનું સાધન) માટે રૂ. ૬,૨૨,૮૪૨ની સહાય મંજુર કરવામાં આવી હતી.
આ સહાય મળવા બદલ લાભાર્થીના પુત્ર જાડેજા અમરદીપસિંહ જણાવે છે કે મારૃં ગામ રવાણી ખીજડીયા છે. અમને સરકાર તરફથી બેલર માટે રૂ. ૬ લાખ ૨૨ હજારની સહાય મળી છે. બેલરનો ઉપયોગ ઘઉં, કામોજ વગેરેની ગાંસડી બનાવવા થાય છે. આ બેલરથી અમને ઘણો ફાયદો થશે અને આ સહાય બદલ હું ખેતીવાડી વિભાગ અને સરકારનો આભાર માનું છું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial