Advertisement
Author: નોબત સમાચાર

રાવલમાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણીઃ ભારે ઉત્સાહ

શોભયાત્રા, ધ્વજારોહણ, સમૂહભોજન, રાસગરબા સાથે

                                                                                                                                                                                                      

રાવલ તા. ૩૦: જામ-રાવલમાં ભક્ત શિરોમણી અને અન્નદાન તથા સદાવ્રતોના પ્રણેતા પૂ. જલારામબાપાની જન્મ જયંતી ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાઈ હતી, જેમાં સમસ્ત રઘુવંશી પરિવાર અને જલારામભક્તો જોડાયા હતાં. આખું નગર જલારામમય બન્યું હતું, સુશોભનો થયા હતાં અને બન્ને સમય બપોરે અને સાંજે સમૂહભોજન, પ્રસાદનું આયોજન થયું હતું. રાવલ લોહાણા મહાજનની નાત પણ થઈ હતી.

ગઈકાલે જામરાવલમાં જલારામ જયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ હતી, અને આખું નગર જલારામમય બન્યું હતું. જલારામ મંદિરે ભક્તોની ભીડ લાગી હતી અને દરબારગઢ તથા મંદિરમાં સુશોભન સાથે તોરણો તથા ધજાપતાકા સાથે શણગાર કરાયા હતાં. આ ઉપરાંત જલારામ મંદિરે ખૂબ જ ઉત્સાહ સાથે ધ્વજારોહણ થયું હતું તથા જલારામબાપાને એક પરિવાર તરફથી નવું ચાંદીનું છત્ર ચડાવાયું હતું. બપોરે લોહાણા મહાજન વાડીમાં સમૂહ પ્રસાદનું આયોજન થયું હતું, જેનો સમગ્ર હાલાર અને બહારથી આવેલ રઘુવંશી પરિવારોએ લાભ લીધો હતો. લોહાણા મહિલા મંડળે મહત્તમ ચડાવો જાહેર કરીને આરતી ઉતારી હતી. નગરમાં ઘેર-ઘેર રંગોળીઓ કરવામાં આવી હતી.

બપોર પછી નગરમાં નીકળેલી જલારામ બાપાની શોભાયાત્રામાં સેંકડો જલારામ ભક્તો, રઘુવંશી અગ્રણીઓ, રઘુવંશી સમાજ તથા તેની સાથે સંકળાયેલી સંસ્થાઓના હોદ્દેદારો વિગેરે જોડાયા હતાં અને આખા નગરમાં જલારામબાપાનો જયઘોષ ગૂંજી ઊઠ્યો હતો.

આ શોભાયાત્રાનું નગરમાં ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું અને બુંદીના પ્રસાદનું સતત વિતરણ કરાયું હતું. ભાઈ-બહેનોએ જલારામબાપાના ભજન-ધૂન અને ગીત-સંગીત સાથે નગરના જુદા-જુદા સર્કલોમાં રાસ-ગરબા રમીને માહોલને ભક્તિમય બનાવી દીધો હતો, અને નગરના આબાલવૃદ્ધ સૌ કોઈ જલારામબાપામય બની ગયા હતાં. આ દરમિયાન ૯૦ વર્ષથી વધુ ઉંમરના વિઠ્ઠલભાઈ મશરૂએ ગરબા રમીને બધાને પ્રેરણા આપી, શોભાયાત્રા સંપન્ન થયા પછી રાવલ લોહાણા મહાજન દ્વારા મહાજન વાડીમાં રઘુવંશીઓનું સમૂહ ભોજન (લોહાણા સમાજની નાત) યોજાઈ હતી, જેનો રાવલ અને સંલગ્ન ગામો તથા બહારથી જલારામ જયંતી પ્રસંગે ખાસ આવેલા રાવલના વતની રઘુવંશી પરિવારોએ લાભ લીધો હતો.

આ સમગ્ર કાર્યક્રમમાં રાવલના વયોવૃદ્ધ વડીલ વિઠ્ઠલભાઈ મશરૂ, નોટરી અને અગ્રણી નીતિનભાઈ કોટેચા, લોહાણા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં, અને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ માટે લોહાણા મહાજનના પ્રમુખ ભગવાનજીભાઈ પાબારી, ઉપપ્રમુખ ગોરધનભાઈ મોદી, અન્ય હોદ્દેદારો, મંત્રી રશ્મિભાઈ મશરૂ, સહમંત્રી હાર્દિક કોટેચા, રાજુભાઈ વી. કોટેચા સહિતના ટ્રસ્ટીઓ વિગેરે સફળ આયોજન કર્યું હતું, તથા કારોબારીના સભ્યો, ટ્રસ્ટી મંડળના મહાનુભાવો વિગેરે જોડાયા હતાં. કાર્યક્રમમાં નગરના અગ્રગણ્યો, બહારથી પધારેલા મહાનુભાવો, વિનોદભાઈ કોટેચા (એડવોકેટ), વિનુભાઈ ગોકાણી, પ્રવિણભાઈ મશરૂ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

આ કાર્યક્રમમાં કેતન મશરૂ, જિતેન્દ્રભાઈ કોટેચા, હિતેષભાઈ કોટેચા, પ્રફુલ્લભાઈ કોટેચા, અમુભાઈ લાખાણી ઉપસ્થિત રહ્યા હતાં અને રઘુવંશી યુવા ગ્રુપે તથા સ્વયંસેવકોએ કાર્યક્રમો માટે જહેમત ઊઠાવી હતી, અને સમસ્ત લોહાણા સમાજના યુવાવર્ગે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh