Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે બાઈક ટકરાતા વિદ્યાર્થીઓ ઘવાયાઃ સિક્કામાં અકસ્માતમાં એકને ઈજાઃ
જામનગર તા. ૨૮: ખંભાળિયામાં નવચેતન સ્કૂલ રોડ પરથી ગુરૂવારની રાત્રે મોટરસાયકલ પર જતા મોટાબાપુ તથા ભત્રીજીના બાઈકને નંબર પ્લેટ વગરની મોટરે ટક્કર મારતા ઘવાયેલા મોટાબાપુનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ભત્રીજીને પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. ખંભાળિયાના ધરમપુર પાસે આઈટીઆઈ ગેઇટ નજીક ગઈકાલે સવારે ડબલસવારી બાઈકને નંબર પ્લેટ વગરની મોટરસાયકલે ટક્કર મારી દેતા બે વિદ્યાર્થી ઘવાયા છે અને સિક્કામાં દસેક દિવસ પહેલા એક બાઈકને ટ્રકે ઠોકર મારતા એક યુવાનને ઈજા થઈ છે.
ખંભાળિયા તાલુકાના રામનગર નજીક ગુંદમોરા સીમમાં રહેતા કિરીટભાઈ સવજીભાઈ ચોપડાના મોટાભાઈ અશ્વિનભાઈ તથા પુત્રી પાયલબેન ગુરૂવારે રાત્રે જીજે-૩૭-એચ ૪૪૯૦ નંબરના મોટરસાયકલમાં ખંભાળિયામાંથી પસાર થતા હતા ત્યારે નંબર પ્લેટ વગરની એક મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી.
આ મોટરના ચાલકે અશ્વિનભાઈના બાઈકને હડફેટે લેતા રોડ પર પછડાયેલા આ યુવાનનું ફ્રેક્ચર સહિતની ઈજા થયા પછી મૃત્યુ નિપજ્યું છે. જ્યારે પાયલબેનને પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. કિરીટભાઈએ મોટરના ચાલક ખંભાળિયાની રામનાથ સોસાયટીમાં રહેતા નિલેશ હરદાસભાઈ ગોરીયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર તાલુકાના સિક્કા ગામમાં સર્વોદય સોસાયટીમાં રહેતા ઝાકીરભાઈ અલીભાઈ હુંદડા ગઈ તા.૧પની રાત્રે શ્રીજી સોસાયટીના પુલીયા સામેથી જીજે-૧૦-ડીએસ ૪૨૯ નંબરના મોટરસાયકલમાં જતા હતા ત્યારે જીજે-૧૨-બીએક્સ ૬૭૫૫ નંબરના ટ્રકના ચાલકે તેઓને ટક્કર મારી દીધી હતી.
આ અકસ્માતમાં રોડ પર પછડાયેલા ઝાકીરભાઈને જમણા પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ છે. અકસ્માત સર્જી ટ્રક મૂકીને નાસી ગયેલા તેના ચાલક સામે ગઈકાલે સિક્કા પોલીસ સ્ટેશનમાં ઝાકીરભાઈ એ ફરિયાદ નોંધાવી છે.
ખંભાળિયા તાલુકાના હરીપર ગામના કેવલ વિનોદભાઈ નકુમ તથા તેમના મિત્ર હર્ષિતભાઈ ગોજીયા ગઈકાલે સવારે જીજે-૩૭-કે ૮૨૫૫ નંબરના બાઈકમાં ધરમપુર નજીક આઈટીઆઈ ગેસ્ટ પાસેથી પસાર થતા હતા ત્યારે નંબર પ્લેટ વગરની મોટરસાયકલ ચલાવીને નીકળેલા હર્ષ રામભાઈ નંદાણીયાએ તેઓને ઠોકર મારતા બંને વિદ્યાર્થીને ઈજા થઈ છે. ખંભાળિયા પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial