Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને પક્ષનું કરાયું સફળ કાઉન્સેલીંગઃ
જામનગર તા. ૧: દ્વારકામાં પોલીસ સ્ટેશન બેઈઝડ મહિલા સપોર્ટ સેન્ટર કાર્યરત છે. તેના કાઉન્સેલરોના કાઉન્સેલીંગથી એક મહિલા અને તેમના સંતાનોને પુનઃ આશ્રય મળવા પામ્યો છે. આ મહિલાના પતિના નિધન પછી તેણી પિયર આશરો મેળવવા મજબૂર બન્યા હતા.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘરેલુ હિંસા અને અન્ય મનો સામાજિક સમસ્યાઓથી અસરગ્રસ્ત અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે કાઉન્સેલીંગ અને માર્ગદર્શન પૂરૃં પાડવાના હેતુથી રાજ્યમાં ગૃહવિભાગના સંકલનમાં નિયત કરેલા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનબેઈઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર) કાર્યરત છે.
આ કેન્દ્રમાં એક મહિલાએ પોતાના પતિનું અવસાન થયા પછી સાસરાવાળાઓએ પતિના મકાન પર કબજો કરી લીધાનું જણાવી તેણીને સંતાનો સાથે પિયરમાં આશરો મેળવવાની ફરજ પડી હોવાની રજૂઆત કરી હતી. તેના પગલે કાઉન્સેલર નીકિતાબેન તથા કાજલબેને બંને પક્ષનું કાઉન્સેલીંગ કર્યા પછી તેમના સંતાનોના ભવિષ્યનો વિચાર કરી યોગ્ય નિર્ણય કરવા વાટાઘાટ કરતા સુખદ સમાધાન સધાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial