Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિંહ સહીત ત્રણ રાશિને આવનારા સપ્તાહમાં આર્થિક તંગી, કામનું ભારણ રહે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાણાકીય બાબતે આર્થિક રોકાણ માટે સમય શુભ જણાય છે. આપ આપના વ્યાપાર-ધંધામાં નવી દિશામાં આગળ વધી શકશો. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે સંકળાયેલા જાતકોને મિલન-મુલાકાત ફળદાયી પૂરવાર થાય. પારિવારિક ક્ષેત્રે કડવાશ કે ગેરસમજ હશે તો દૂર થાય. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. યાત્રા-પ્રવાસ સુખદાયક પૂરવાર થાય. મિત્રોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. તા. ર૭ થી ૩૦ પરિવર્નશીલ. તા. ૩૧ થી ર સાનુકૂળ
Taurus (વૃષભ: બ-વ-ઉ)
તમારા માટે પારિવારિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદ આપની મનોકામના પૂર્ણ કરી શકશે. ઘર-પરિવારના અધુરા કાર્યો પૂરા કરવા માટે આપ સક્રિય બનતા જણાવ. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમેધીમે દૂર થતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે નાણાકીય બજેટ હાલક-ડોલક થતું જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ હળવો થતો જણાય. યાત્રા-પ્રવાસ આનંદદાયી, પરંતુ ખર્ચાળ પૂરવાર થાય. તા. ર૭ થી ૩૦ પારિવારિક કાર્ય થાય. તા. ૩૧ થી ર સારી.
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના માટે મિશ્ર ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કૌટુંબિક ક્ષેત્રે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતા કરાવી શકે છે. આર્થિક દૃષ્ટિએ આપ સક્ષમ અને સુદૃઢ બની શકશો. રોકાયેલા નાણા પરત મળતા રાહતનો અનુભવ થાય. વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી શકશો. નોકરિયાત વર્ગે કાર્યાલયમાં પોતાના સહકર્મચારી કે ઉપરી અધિકારી સાથે સંભાળપૂર્વકનું વલણ અપનાવવું. શત્રુ વિરોધીઓથી સાવચેતી રાખવી. તા. ર૭ થી ૩૦ ઠીકઠાક. તા. ૩૧ થી ર સફળતાદાયક.
Cancer (કર્ક: ડ-હ)
તમારા માટે ભાગ્યબળ વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ભાગ્યદેવી રીઝતા જણાય. ભૂતકાળમાં આપે કરેલ મહેનત અને પરિશ્રમનું ફળ આપના પ્રાપ્ત થતું જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ, જવાબદારીઓ વધતી જણાય. વડીલોપાર્જિત મિલકત અંગેના વિવાદોનો નિકાલ લાવી શકો. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરે. ઋતુગત બીમારીથી પરેશાની રહી શકે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં રૂચિ વધતી જણાય. તા. ર૭ થી ૩૦ શુભ. તા. ૩૧ થી ર સામાન્ય.
Leo (સિંહ: મ-ટ)
આપના માટે નાણાભીડનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની નાણાકીય સ્થિતિ કથળતી જણાય. બિનજરૂરી ખર્ચ ટાળવાથી મહિનાના બજેટને હાલક-ડોલક થતા બચાવી શકશો. આરોગ્યમાં સુધાર આવતો જણાય. રોગો-તકલીફોમાંથી મુક્તિ મળતા રાહતનો અનુભવ થાય. સાંસારિક જીવનમાં પરિવારજનોનો સહકાર પ્રાપ્ત થાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. શત્રુ વિરોધીઓ બળવાન બનતા જણાય. તા. ર૭ થી ૩૦ સ્વાસ્થ્ય સુધરે. તા. ૩૧ થી ર આર્થિક તંગી
Virgo (કન્યા: પ-ઠ-ણ)
તમારા માટે કામનું ભારણ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વધારે પડતા કાર્યબોજને કારણે આપ માનસિક રીતે ત્રસ્ત બનતા જણાવ. આર્થિક સ્થિતિ મજબૂત બનતા ખર્ચાઓને નિવારવા સક્ષમ બનશો. સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે માન-સન્માનમાં વધારો થતો જોવા મળે. આપના કાર્યો તથા પ્રયાસોને વખાણવામાં આવે. તબિયત અંગે કાળજી રાખવી જરૂરી બને. બહારના ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું. વડીલ વર્ગ સાથે બોલાચાલી ટાળવી. તા. ર૭ થી ૩૦ કાર્યબોજ વધે. તા. ૩૧ થી ર મધ્યમ.
Libra (તુલા: ર-ત)
તમારા માટે સંભાળ તથા શાંતિથી કાર્ય કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાણાકીય ક્ષેત્રે નાની-મોટી ઉથલ-પાથલ થવાની પૂર્ણ શક્યતા જણાય છે. લોભામણી તથા લાલચભરી વાતોથી અળગા રહેવું. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને વિશેષ ધ્યાન રાખવું. ઘર-પરિવારમાં વાતાવરણ એકંદરે શાંત તથા સુખમય રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. આર્થિક કાર્યો કે માંગલિક કાર્યોમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થાય. તા. ર૭ થી ૩૦ શુભ. તા. ૩૧ થી ર સંભાળ રાખવી.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના માટે માનસિક શાંતિનો અનુભવ કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ પ્રસન્નતાભરી રહેવા પામે. પરિવારજનો સાથે સમય આનંદપૂર્વક પસાર થાય. ભૌતિક સુખ-સગવડના, ભોગ-વિલાસના સાધનો પાછળ સમય અને નાણાનો વ્યય થતો જણાય. વ્યાપાર-વ્યવસાયમાં મંદીના દર્શન થાય. ધાર્યો લાભ મેળવવા હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. સાંસારિક જીવનમાં એકમેકનો સાથ-સંગાથ મળી રહે. સામજિક-જાહેરજીવન ક્ષેત્રે સાવધાનીપૂર્વક વ્યવહાર કરવો. તા. ર૭ થી ૩૦ આનંદિત. તા. ૩૧ થી ર લાભદાયી.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે સુખમય પરિસ્થિતિનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન લાંબા સમયથી ચાલી આવતી તકલીફોમાંથી બહાર આવવાના રસ્તા મળે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતા રાહતનો અનુભવ થાય. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ તરફથી લાભ થાય. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને કામના બદલામાં પ્રશંસા-વખાણ સાંભળવા મળે. વિદ્યાર્થી વર્ગ માટે ઈચ્છિત ફળ મેળવવા માટે મહેનત કરવી પડે. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય. તા. ર૭ થી ૩૦ સુખદ. તા. ૩૧ થી ર સ્વાસ્થ્ય સાચવવું.
Capricorn (મકર: ખ-જ)
તમારા માટે સામાજિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના દ્વારા કોઈ મહત્ત્વનું કાર્ય સંપન્ન થાય, જેના કારણે આપની માન-પ્રતિષ્ઠા-આબરૂમાં ચાર ચાંદ લાગી જાય. આપના કાર્યક્ષેત્રે આપ વ્યસ્ત બનતા જણાવ. મોજ-શોખ પાછળ નાણાનો વ્યય શક્ય બને. ધંધા-વ્યવસાય-નોકરીમાં પ્રગતિ-ઉન્નતિ જોવા મળે. સંતાનના અભ્યાસ અને આરોગ્ય બાબતે ચિંતા રહ્યા કરે. મિત્રોનો સાથ-સહકાર રહે. તા. ર૭ થી ૩૦ વ્યસ્તતા રહે. તા. ૩૧ થી ર સામાન્ય.
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના માટે મહત્ત્વના કાર્યોમાં સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના મહત્ત્વના નિર્ણય લેવામાં થાપ ખાઈ શકો છો. હકીકત અને કલ્પનાની વચ્ચે અટવાતા જણાવ. આર્થિક રોકાણ તથા મિલકતની ખરીદીમાં સાવચેત રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ, માતા-પિતા તરફથી સહકાર તથા સ્નેહ પ્રાપ્ત કરી શકશો. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. તા. ર૭ થી ૩૦ આરોગ્ય સુધરે. તા. ૩૧ થી ર સાવધાની રાખવી.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
તમારા માટે તબિયત સાચવવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી આવશ્યક બની રહે અન્યથા ડોક્ટરની પરાણે મુલાકાતે જવું પડી શકે છે. વેપારી વર્ગને નવી ધંધાકીય ખરીદી શક્ય બને. સામાજિક ક્ષેત્રે ગુમાવેલી નામના-કીર્તિ પરત મેળવી શકશો. ભાઈ-બંધુ સાથે કોઈ વિવાદ હશે તો તેનો સુખદ નિકાલ આવી શકશે. મિત્રથી લાભ થાય. વડીલ વર્ગના આશીર્વાદ લાભ અપાવી જાય. યાત્ર-પ્રવાસ દરમિયાન સાવધાની રાખવી. તા. ર૭ થી ૩૦ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૩૧ થી ર લાભદાયી.