Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાક માર્કેટ પાસેથી એકીબેકી બોલતા બે મળી આવ્યાઃ
જામનગર તા. ૨: જામનગરના મચ્છરનગર તેમજ પડાણા ગામના પાટીયા પાસે અને હાપા પાસે એક ટ્રાન્સપોર્ટ નજીકથી ત્રણ શખ્સ શનિવારે વર્લીના આંકડા લખતા ઝડપાઈ ગયા હતા. જ્યારે સુભાષ શાક માર્કેટ પાસેથી બે શખ્સ ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી પૈસાની હારજીત કરતા મળી આવ્યા હતા.
જામનગરના ગાંધીનગર નજીકના મચ્છરનગર વિસ્તારમાં શનિવારે સાંજે જાહેરમાં ઊભા રહી વરલીના આંકડા લખાવતા પુનિતનગરવાળા વિજયસિંહ જશુભા ચાવડા નામના શખ્સને પોલીસે પકડી પાડી તેના કબજામાંથી રોકડ, બોલપેન તથા વરલીના આંકડા લખેલી ચીઠી કબજે કરી છે. જ્યારે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા પડાણા ગામના પાટીયા પાસેથી અરવિંદસિંહ નટુભા રાઠોડ નામનો શખ્સ પણ વર્લીનું બેટીંગ લખતો મળી આવ્યો છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર હાપા ગામ પાસે મોટરના એક શો-રૂમ નજીક શનિવારે સાંજે જાહેરમાં ઊભા રહી વરલીનું બેટિંગ લેતા રવજીભાઈ શામજીભાઈ રંગપરા નામના શખ્સને દબોચી લેવામાં આવ્યો છે અને જામનગરની સુભાષ શાક માર્કેટ પાસેથી શનિવારે સાંજે બિરજુ રાજુભાઈ ડાભી ઉર્ફે બીલો કોળી તથા પ્રફુલ ભીમજીભાઇ સોઢા નામના બે શખ્સ ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા ઝડપાઈ ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial