Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડના ગુંદામાં યુવકને હાર્ટએટેકઃ
જામનગર તા. ૨: ઓખાના આર.કે. બંદર પર એક બોટમાં શનિવારે બપોરે છરી લઈને આમ તેમ ઘૂમતા અને જેમ તેમ બોલતા એક માછીમારે પોતાના જ ગળા પર છરી ફેરવી દેતા ગંભીર ઈજા થવાથી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ભાણવડના ગુંદા ગામમાં એક યુવાનને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા આર.કે. બંદર પર માછીમારી માટે આવીને રહેતા મૂળ નવસારી જિલ્લાના વતની નવીનભાઈ મનોજભાઈ ટંડેલ (ઉ.વ.૩૧) નામના યુવાન શનિવારે સવારે કરૂણા સાગર નામની બોટમાં હતા ત્યારે તેઓએ હાથમાં છરી ધારણ કરી જેમ તેમ બોલવાનું શરૂ કર્યા પછી પોતાના હાથે ગળા પર છરી ફેરવી દીધી હતી.
લોહીલોહાણ બની નવીનભાઈ બોટમાંથી દરિયામાં ઉથલી પડ્યા હતા. તેઓને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું મોડીરાત્રે મૃત્યુ નિપજ્યું હતું. સુનિલભાઈ ગોવિંદભાઈ ટંડેલે પોલીસને જાણ કરી છે. ઓખા મરીન પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
ભાણવડ તાલુકાના ગુંદા ગામમાં વસવાટ કરતા ચેતનભાઈ વલ્લભભાઈ અમૃતીયા (ઉ.વ.૪૮) નામના યુવાનને શનિવારે રાત્રે ત્રણેક વાગ્યે છાતીમાં દુખાવો ઉપડતા ખાનગી દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું તેમના પિતા વલ્લભભાઈ ગોવિંદભાઈ અમૃતીયાએ પોલીસમાં જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial