Advertisement
Author: નોબત સમાચાર

ફાયરબ્રિગેડનો સંપર્ક કરવા જાહેર કરાયા બે નવા લેન્ડલાઈન નંબર

'૧૦૧' નંબર ટેકનિકલ કારણથી બંધઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગર ફાયરબ્રિગેડનો ૧૦૧ નંબરનો સર્વિસ નંબર ટેકનિકલ કારણોસર બંધ થયો છે. ત્યારે ફાયરબ્રિગેડ ટીમે ઈન્દિરા રોડ તથા બેડેશ્વર નજીકના ફાયર સ્ટેશનના બે લેન્ડલાઈન નંબર પર સંપર્ક કરવા નગરજનોને અનુરોધ કરાયો છે.

જામનગર મહાનગર પાલિકાની ફાયરબ્રિગેડ શાખાને ફાળવવામાં આવેલા ઈમરજન્સી સર્વિસ નંબર ૧૦૧ ફાળવવામાં આવ્યો હતો. આ લેન્ડલાઈન નંબર ટેકનિકલ ક્ષતિના કારણે બંધ થઈ ગયો છે. તેથી અન્ય બે નંબર ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

આગજની કે તે પ્રકારની કોઈ ઈમરજન્સી પરિસ્થિતિમાં નગરજનો ઈન્દિરા રોડ પર આવેલા ફાયર સ્ટેશનનો ફોન નં.૦૨૮૮-૨૭૧૦૪૧૧ અથવા બેડેશ્વર નજીકના ફાયર સ્ટેશનના ફોન ૦૨૮૮-૨૭૫૫૩૬૯નો સંપર્ક કરી શકશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh