Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારે નિઃશુલ્ક સ્ટોલ ફાળવતા અમે સ્વદેશી અભિયાનમાં જોડાઈ શકયાઃ રોશનીબેન કરમૂર
જામનગર તા. ૧૬: જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં જામનગર મહાનગર પાલિકા દ્વારા તા.૧૦ ઓક્ટોબરથી તા.૧૭ ઓક્ટોબર દરમિયાન શોપિંગ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ તથા વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાનને પ્રાધાન્ય આપવાના હેતુથી આ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વ સહાય જૂથના મહિલાઓને તથા હેન્ડીક્રાફ્ટના ૫૫ જેટલા સ્ટોલ વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે. જ્યાં મહિલાઓ પોતાના દ્વારા બનાવવામાં આવેલી વિવિધ વસ્તુઓનું વેચાણ કરી સારી આવક મેળવી રહૃાા છે. અને સ્વદેશી અભિયાનનું સૂત્ર સાર્થક કર્યું છે. સ્વદેશી મેળામાં એક સ્ટોલ છે સુહાસિની સ્વ સહાય જૂથના મહિલાઓનો. આ સ્ટોલ પર મહિલાઓ દ્વારા ગાયના છાણ માંથી બનાવેલ સુશોભનની અવનવી વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહૃાું છે.
આ સભ્ય રોશનીબેન કરમુર જણાવે છે કે, જામનગરના રાજપાર્ક વિસ્તારમાં તેઓ ગૌશાળા ચલાવે છે. અને ગાયના છાણ માંથી સુશોભનની વિવિધ વસ્તુઓ બનાવે છે. ઉપરાંત તેઓ ભેળસેળ વગરના ઘીનું પણ વેચાણ કરે છે. જેમાં કોઈપણ પ્રકારના કેમિકલ ઉમેરવામાં આવતા નથી. અને લેબ ટેસ્ટીંગ કરવાની પણ છુટ આપે છે. ગાયના છાણથી વાતાવરણ શુદ્ધ રહે અને પોઝીટીવ એનર્જી આવે છે. પરંતુ ઘરમાં ઉપયોગ કરી શકાય તે હેતુથી ગાયના છાણમાંથી સુશોભનની વસ્તુઓ જેવી કે તોરણ, ટોડલીયા, શોપીસ, ઘડિયાળ, દીવડા સહીતની અનેક વસ્તુઓ સખી મંડળના બહેનો દ્વારા બનાવવામાં આવે છે. મહિલાઓ આત્મનિર્ભર બનીને આગળ આવે તે હેતુથી સરકાર દ્વારા અમને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. અન્ય જગ્યાએ સ્ટોલનું ભાડું ભરવું પડતું હોય છે. હાલ સરકાર દ્વારા સ્વદેશી અભિયાનને વેગવંતુ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહૃાા છે જેમાં અમે પણ ગાયના છાણનો સદુપયોગ કરી વસ્તુઓ બનાવીને સહભાગી થયા છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial