Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
 
                                                    દિલ્હીમાં 'હેલ્પીંગ ગુરૂસ' દ્વારા
નવી દિલ્હી તા. ૧૬: નવી દિલ્હીમાં એક સમારોહમાં તાજેતરમાં 'હેલ્પીંગ ગુરૂસ' સંસ્થા દ્વારા પૌલ જ્યોર્જ ગ્લોબલ સ્કૂલ અને સેન્ટ જ્યોર્જ'સ સ્કૂલના ડાયરેક્ટર ડો. સારા જ્યોર્જનું લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.
'હેલ્પીંગ ગુરૂસ' સંસ્થા ભારતમાં ૧૦ હજાર કરતા વધારે શાળાઓમાં તેના નેટવર્ક દ્વારા કે-૧ર એજ્યુકેશન લેન્ડસ્કેપનું ટ્રાન્સફોર્મીંગનું અભિયાન ચલાવે છે.
આ પ્રતિષ્ઠિત એવોર્ડ એમ્બેસેડર દિપક વોહરા (ભારત અને આફ્રિકામાં પૂર્વ ઈન્ડિયન ડીપ્લોમેટ અને સ્પેશ્યલ એડવાઈઝર) ના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. તેમણે ડો. સારા જ્યોર્જને એક દીર્ઘદૃષ્ટા સાથેના શિક્ષણવિદ્, યુવા વર્ગના માનસના ઘડતર માટેના કાર્યોને બિરદાવ્યા હતાં. ડો. સારા જ્યોર્જ છેલ્લા દસકાઓથી એક લાખથી વધુ વિદ્યાર્થીઓ અને એક હજારથી વધુ શિક્ષકોના સંપર્કમાં રહ્યા છે.
ડો. સારા જ્યોર્જ અગાઉ નાસાના કેનેડી સ્પેસ સેન્ટર દ્વારા સન્માનિત થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
 
  