Advertisement
Author: નોબત સમાચાર

સારવારનો ખર્ચ ન ચૂકવનાર વીમા કંપનીને વ્યાજ સાથે વળતરનો ફોરમ દ્વારા આદેશ

માનસિક ત્રાસ અને ફરિયાદ ખર્ચ પણ ચૂકવાશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરના એક આસામીએ મેડિક્લેઈમ પોલિસી મેળવ્યા પછી તેમની પત્નીના સારવારનો ખર્ચ વીમા કંપનીએ ન આપતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે તે રકમ ચૂકવી આપવા વીમા કંપનીને આદેશ કર્યાે છે.

જામનગરના જયંતિલાલ મેઘજીભાઈ શાહ નામના આસામીએ નીવાબુપા હેલ્થ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી મેડિક્લેઈમ મેળવ્યો હતો. તે પછી તેમના પત્નીને ગોઠણનો દુખાવો થતાં અમદાવાદ સ્થિત ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવું પડ્યું હતું.

ઓપરેશનમાં રૂ।.૩,૯૬,૬૨૯નો ખર્ચ થયો હતો. તેની વિગતો વીમા કંપનીને આપવામાં આવતા વીમા કંપનીએ ક્લેઈમ કેન્સર કર્યાે હતો. તેથી ગ્રાહક ફોરમમાં વીમા કંપની સામે ફરિયાદ કરવામાં આવી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે ઉપરોક્ત રકમ ૯ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા અને ફરિયાદ ખર્ચ તથા ત્રાસ બદલ રૂ।.પ હજાર અલગથી આપવા વીમા કંપનીને આદેશ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh