Advertisement
Author: નોબત સમાચાર

અલીયા પાસે બોલેરો પીકઅપ વાનના ચાલકે બાઈકને દબાવતા અકસ્માતઃ બે યુવાનને ઈજા

દરેડ પાસે અકસ્માતમાં એક યુવક ઘવાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગર નજીકના અલીયા ગામ પાસે સપ્તાહ પહેલાં રાત્રિના સમયે એક બાઈકને ઓવરટેક કરી આગળ રહેલા બોલેરો પીકઅપ વાને બાઈકને દબાવતા તેના પર સવાર બે યુવાન ફંગોળાયા હતા. ગંભીર ઈજા પામેલા આ યુવાનોને સારવારમાં ખસેડાયા છે. જ્યારે દરેડ પાસે એક બાઈક પાછળ બીજું બાઈક ટકરાઈ પડતા એક યુવાનને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે.

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં એકડેએક દરગાહ પાસે વસવાટ કરતા રેહાન મુસાભાઈ સાયચા તથા તેમના મિત્ર હસનરઝાક અસગર બુચડ ગઈ તા.૧૦ની રાત્રે જામનગર તાલુકાના અલીયા ગામમાં યોજાયેલા મજલીસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે જીજે-૧૦-ડીએસ ૮૬૦૨ નંબરના બાઈકમાં રવાના થયા હતા. આ યુવાનો જ્યારે જાંબુડા પાટીયાથી અલીયા ગામ તરફ વળ્યા ત્યારે જીજે-૧૦-ટીએક્સ ૧૪૪૮ નંબરની બોલેરો પીકઅપ વાન ઓવરટેક કરીને નીકળી હતી.

આ વાહનમાં ડીજેનો સ્પીકર સહિતનો સામાન ભરેલો હતો. તેના ચાલકે આગળ જઈને મોટરસાયકલની સાઈડ તરફ દબાવતા રેહાન તથા હસનરઝાકનું બાઈક રોડ પરથી ઉતરી જતા બંને યુવાન પછડાયા હતા. આ અકસ્માતમાં ઈજા પામેલા રેહાનને પગમાં પ્લેટ નાખવી પડી છે અને હસનરઝાકને પણ પગમાં ઓપરેશન કરવંુ પડ્યું છે. પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીકઅપ વાનના ચાલક સામે ફરિયાદ કરાઈ છે.

જામનગર-જોડિયા ધોરીમાર્ગ પર આવેલા જાંબુડા ગામના વતની અને હાલમાં લાલપુર બાયપાસ પાસે જય હરી પાર્ક-રમાં રહેતા હિતેશ ઉમેદભાઈ ઝંડારીયા નામના યુવાન રવિવારે સવારે દરેડના યુનિટી ઈન્ડસ્ટ્રીયલ પાર્ક પાસેથી જીજે-૧૦-સીપી ૮૩૭૩ નંબરના બાઈકમાં જતા હતા ત્યારે એક બાઈકચાલકે આગળથી અચાનક ટર્ન કરી લેતા સર્જાયેલા અકસ્માતમાં હિતેશભાઈને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh