Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવે રૂ।. ૧૦ કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થશે
ખંભાળીયા તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પાસે આવેલા પૌરાણિક ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓ પુષ્કળ પ્રમાણમાં આવતા હોય, તેમની સગવડતા માટે તત્કાલીન રાજ્યમંત્રી તથા ખંભાળીયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરા દ્વારા મંદિરના સ્થળે ચાર કરોડની રકમથી વિવિધ વિકાસકાર્યો શરૂ કરાયા હતા. જેમાં તેમની રજૂઆત પરથી રાજ્ય સરકારે વધુ છ કરોડ ફાળવાતા ૧૦ કરોડના વિકાસ કાર્યો થશે તથા તેનું કામ પણ શરૂ થયું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે સમગ્ર ભારતમાં જે સ્મશાન જાગૃત ગણાય છે તેવા સ્મશાનોમાં એક અહીં આવેલું છે તથા વર્તુ વેટાડી અને સોનમતી ત્રણ નદીઓના સંગમનું તીર્થ, યજ્ઞો તથા ધાર્મિક વિધિઓ માટે પ્રસિદ્ધ છે તથા ભારતનું આ અનોખું મંદિર છે જેમાં સવારે વહેલા પૂજારીના આગમન પહેલા કોઈ પૂજા કરી જાય છે. તથા જળધારી વગરના આ શિવલિંગનું થાળુ હંમેશાં ભીનું જ રહેતું હોય છે તથા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરના સ્થળે દસ કરોડના ખર્ચે વિકાસ કાર્યો થતાં મહત્ત્વનું પ્રવાસન સ્થળ થઈ જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial