Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે ડીગ્રીના ઘટાડા સાથે
જામનગર તા. ૧૩: જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન બે ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ગરમીમાં પણ ઘટાડો થયો હતો.
જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં માર્ચ માસના પ્રારંભથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગત્ બુધવાર અને ગુરુવારે મહત્તમ તાપમાન સિઝનમાં પ્રથમ વખત ૩૭ ડીગ્રીએ પહોંચી ગયું હતું. તાપમાન વધુ રહેતા પ્રજાજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને બપોરે આકરા તાપથી નગરજનો આકૂળ-વ્યાકૂળ થઈ ગયા હતાં. ગરમી સામે રક્ષણ મળે તે માટે લોકોએ પંખા-એસી તથા ઠંડા-પીણાનો સહારો લીધો હતો અને બપોરે કામ વગર ઘરની બહાર જવાનું ટાળ્યું હતું.
નગરમાં શુક્રવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો બે ડીગ્રી સુધી ગગડીને ૩પ ડીગ્રીએ પહોંચી ગયો હતો. તાપમાનમાં થયેલા ઘટાડાના કારણે ગરમીમાં આંશિક ઘટાડો થયો હતો.
જામનગરમાં આંશિક વધીને લઘુતમ તાપમાન બવીસ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ નહીવત્ ઘટીને ૭૭ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial