Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના નવા ચીફ સેક્રેટરી બનશે મનોજકુમાર દાસ

પંકજ જોષી ૩૧ મી ઓક્ટોબરે નિવૃત્ત થશેઃ

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ર૮: રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે એમ.કે. દાસની પસંદગી થઈ છે. હાલમાં તેઓ સીએમઓમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. વર્તમાન સીએસ પંકજ જોષી ૩૧મીએ નિવૃત્ત થશે. તેનો ચાર્જ એમ.કે. દાસ સંભાળશે.

એમ.કે. દાસની રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે પસંદગી થઈ છે. તેઓ હાલમાં સીએમઓમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. પંકજ જોષી ૩૧ ઓક્ટોબરે નિવૃત્ત થશે ત્યારપછી તેઓ ચાર્જ સંભાળશે. મનોજ કુમાર દાસ, જેને એમ.કે. દાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ ભારતીય વહીવટી અધિકારી છે. તેઓ ૧૯૯૦ બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ આઈએએસ (ભારતીય વહીવટી સેવા) અધિકારી છે. તેમની પાસે ૩૦ વર્ષથી વધુ અનુભવ છે અને તેઓ ગુજરાતમાં મહત્ત્વની ભૂમિકાઓમાં કાર્યરત રહ્યા છે.

તેમનો જન્મ ર૦ ડિસેમ્બર ૧૯૬૬ ના બિહારના દરભંગામાં થયો હતો. તેમણે આઆઈટી ખડગપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક, (ઓનર્સ) ડીગ્રી મેળવી છે. તેઓ હાલમાં ગુજરાત સરકારમાં એડિશનલ ચીફ સેક્રેટરી, હોમ વિભાગમાં ફરજ બજાવે છે. તેઓ ર૦ ડિસેમ્બર ર૦ર૬ ના નિવૃત્ત થશે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં પાછા ફર્યા એકમાત્ર અધિકારી છે, જે બે દાયકામાં પહેલી વખત થયું છે.

અગાઉ તેઓ વડોદરા અને સુરત જેવા મહત્ત્વના શહેરોના મ્યુનિસિપલ કમિશનર, ર૦૧૮ માં મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી, ગુજરાત મરીન બોર્ડના ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh