Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૩૧મી ઓક્ટોબરે
જામનગર તા. ૨૮: ૨૦૨૬માં અખંડ દીપકને, પૂ.ગુરૂદેવ શ્રી રામ શર્મા આચાર્યની તપસાધનાને અને વંદનીય માતાજી ભગવતીદેવી શર્માના જન્મને ૧૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમના શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા સમગ્ર ભારતમાં એક વર્ષથી જ્યોતિ કળશ રથયાત્રાનું પરિભ્રમણ થઈ રહ્યું છે.
જેના અનુસંધાને આ જ્યોતિ કળશ રથયાત્રા તા. ૩૧-૧૦-૨૫ થી જામનગર આવી રહી છે. જેમાં તા. ૧-૧૧-૨૫ થી તા. ૧૦-૧૧-૨૫ સુધી જામનગર શહેરના વિવિધ વિસ્તારમાં, તા. ૧૨-૧૧-૨૫થી તા. ૨૦-૧૧-૨૫ સુધી જામનગર-ધ્રોલ-જોડીયા તાલુકામાં, તા. ૨૧-૧૧-૨૫થી તા. ૨૫-૧૧-૨૫ સુધી કાલાવડ તાલુકામાં, તા. ૨૬-૧૧-૨૫ થી તા. ૨૯-૧૧-૨૫ સુધી લાલપુર તાલુકામાં અને તા. ૩૦-૧૧-૨૫થી તા. ૩-૧૨-૨૫ સુધી જામજોધપુર તાલુકામાં યુગ નિર્માણ યોજનાનો સંદેશ પાઠવશે. શ્રદ્ધાવાન ભક્તજનોને આ રથના દર્શનનો લ્હાવો લેવા તેમજ સ્વાગત-પૂજન-આરતીનો લાભ લેવા ગાયત્રી પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. બહેનો પોતાના ઘરેથી શણગારેલ એક દીપકવાળી આરતીની થાળી-બાકસ લઈ આવી સમૂહ આરતીનો લાભ લઈ શકશે. દરરોજ સાંજે છેલ્લો કાર્યક્રમ દીપયજ્ઞ સાથે સંપન્ન થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial