Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હૃદયરોગનો હુમલો આવતા રોડ પર ઢળી પડ્યા પછી મોતને શરણઃ
સલાયા તા. ૪: સલાયામાં રહેતા એક યુવાન ગઈકાલે પોતાના બાઈક પર સાથે આવેલા વ્યક્તિને ઉતાર્યા પછી આગળ જવા માટે પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે જ તેઓને હૃદયરોગનો તિવ્ર હુમલો આવી જતાં રોડ પર ઢળી પડેલા આ યુવાનનું ગણતરીની સેકન્ડોમાં પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. આ બનાવે સલાયામાં ગમગીની પ્રસરાવી છે.
સલાયામાં જૂના કબ્રસ્તાન નજીક આવેલી શાબીર મસ્જિદ પાસેથી ગઈકાલે સલીમ સંઘાર નામનો યુવાન બાઈક પર પસાર થતો હતો. ત્યારે તેને અચાનક હૃદયરોગનો તિવ્ર હુમલો આવી જતા આ યુવાન રોડ પર જ પડી ગયા પછી મોતને શરણ થયો છે.
આગળથી એક વ્યક્તિને પોતાના મોટરસાયકલમાં બેસાડી સલીમ સંઘાર શાબીર મસ્જિદ પાસે પહોંચી પાછળ બેસેલા વ્યક્તિને ત્યાં ઉતારતો હતો અને તે વેળાએ જ તિવ્ર હાર્ટએટેક આવતા બાઈક પરથી જમીન પર પડ્યા પછી બેશુદ્ધ બની ગયો હતો. આ વેળાએ ત્યાં હાજર લોકોએ તેને દવાખાને ખસેડવાની તજવીજ કરી હતી પરંતુ આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. ઉપરોક્ત બનાવ ત્યાં મૂકવામાં આવેલા એક સીસીટીવીમાં કંડારાઈ ગયો હતો. ૪૫ વર્ષના યુવાનના અકાળે અવસાનથી સલાયામાં શોકનું મોજું પ્રસરી ગયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial