Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઈલે. મીડિયા-કેબલમાં જાહેરાત માટે પૂર્વમંજૂરી ફરજીયાતઃ જાહેરનામું

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૭: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પ્રચાર માટે ઈલેકટ્રોનિકસ/ કેબલ મીડિયામાં જાહેરાત પ્રસારિત કરવા સંબંધિત ચૂંટણી અધિકારીની મંજૂરી મેળવવી આવશ્યક છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને તેના હેઠળ આવતી ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ તથા ખંભાળિયા નગરપાલિકા અને જામ રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ તેમજ સલાયા નગરપાલિકાના વોર્ડ નં.૩ની પેટા ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ના યોજાનાર છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા.૦૧/૦૪/૨૦૨૬ના રોજ કરવામાં આવી છે. આ તારીખથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના એકમ હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. ઉક્ત ચૂંટણી દરમ્યાન પ્રચાર તથા જાહેરાતો રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી તેમજ ઉમેદવારના ટેકેદારો તરફથી ઇલેકટ્રોનિકસ મીડિયા માધ્યમથી પ્રચાર સ્થાનિક કંટ્રોલ રૂમથી તથા ટીવી ચેનલના રાજય, આંતર રાજય કે આંતરરાષ્ટ્રીય તેમજ રેડીયો નેટવર્કથી કરવામાં આવે છે.

હાલમાં આ નેટવર્કના નિયંત્રણ માટે કેબલ ટેલીવિઝન (વિનિયમન) અધિનિયમ-૧૯૯૫ તથા કેબલ ટેલીવિઝન (વિનિયમો) નેટવર્ક-૧૯૯૪ અમલમાં છે. જે મુજબ જાહેરાત નિયત કરેલ આચારસંહિતાને અનુરૂપ હોય તે સિવાય કોઇપણ વ્યક્તિ કોઇ જાહેરાત પ્રસારિત કે પુનઃપ્રસારિત કરી શકે નહીં. તેમજ જાહેરાતો કોઇ ધાર્મિક કે રાજકીય હેતુ પ્રત્યે દિશા નિર્દેશ કરતી હોવી જોઇએ નહીં તેવી જોગવાઇ છે. ભારતના ચૂંટણીપંચે ચૂંટણીઓ નિષ્પક્ષ, તટસ્થ, શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તથા કોઇ પક્ષ કે સંસ્થા કે ઉમેદવારની તરફેણ કે વિરૂદ્ધમાં કે ચૂંટણીપંચે જાહેર કરેલ આદર્શ આચાર સંહિતાની જોગવાઇઓ વિરૂદ્ધ કોઇપણ ચૂંટણી વિષયક જાહેરાત ઇલેકટ્રોનિકના માધ્યમથી કરવામાં ન આવે તે માટે સંવિધાનના અનુચ્છેદ-૧૪૨ હેઠળ સુપ્રિમ કોર્ટે આદેશાત્મક જોગવાઇ કરેલ છે. તેમજ ભારતના ચૂંટણીપંચ દ્વારા વખતો વખત સૂચનાઓ થયેલ છે.

આ સૂચનાઓની ચુસ્તપણે અમલવારી સુનિશ્ચિત કરવા અને ચૂંટણીના સરળ સંચાલન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, દેવભૂમિ દ્વારકાને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને તેના હેઠળ આવતી ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકા પંચાયતના સમગ્ર વિસ્તારમાં તથા ખંભાળિયા નગરપાલિકા અને જામ રાવલ નગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં તેમજ સલાયા નગરપાલિકાના વોર્ડ નં.૩ સમગ્ર વિસ્તારમાં ટેલીવિઝન ચેનલ અને કેબલ નેટવર્ક પર જાહેરાત આપવા વિચારતા દરેક નોંધાયેલ રાજકીય પક્ષ અને ચૂંટણી લડતા ઉમેદવારે આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ સબંધિત ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે.

બીજી કોઇ વ્યક્તિ અથવા બિન નોંધાયેલ રાજકીય પક્ષો, સંસ્થા વગેરેએ આવી જાહેરાત ટેલીકાસ્ટના સૂચિત આરંભની તારીખથી મોડામાં મોડા સાત દિવસ અગાઉ સબંધિત ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે. ઇલેકટ્રોનિક ફોર્મમાં સૂચિત જાહેરાતની બે નકલ તેમજ તેની યોગ્ય રીતે પ્રમાણિત કરેલ બે નકલ અરજી સાથે જોડવાની રહેશે. આવી જાહેરાત જીંગલ્સ, ઇન્સર્શન્સ, બાઇટસ વગેરેનું સર્ટીફીકેશન મેળવવા માટેની અરજી સબંધિત ચૂંટણી અધિકારીને કરવાની રહેશે. આ અરજીમાં જાહેરાત નિર્માણનું ખર્ચ, ઇન્સ ર્શન્સં સંખ્યાના વિભાજન અને આવા દરેક ઇન્સર્શન્સ માટે વસૂલ કરવામાં આવનાર સૂચિત દર સાથે ટેલીવિઝન ચેનલ અથવા કેબલ નેટવર્ક પર આવી જાહેરાત સૂચિત પ્રસારણનું અંદાજિત ખર્ચ, મુકેલ જાહેરાત ઉમેદવાર કે ઉમેદવારો પક્ષોની ચૂંટણીની ભાવિ શકયતાના લાભ માટે છે કે કેમ? તે બાબત પણ જણાવવાની રહેશે. જાહેરાત રાજકીય પક્ષ અથવા ઉમેદવાર સિવાયની કોઇ વ્યક્તિએ આપી હોય તો તે વ્યક્તિ સોગંદ ઉપર જાહેર કરશે કે તે કોઇ રાજકીય પક્ષ કે ઉમેદવારના લાભ માટે નથી અને ઉકત જાહેરાત કોઇ રાજકીય પક્ષ અથવા ઉમેદવારે પુરસ્કૃત કરી નથી કે સોંપણી કરી નથી તેની ચૂકવણી કરી નથી. બધી ચૂકવણી એકાઉન્ટ પેઇ ચેકથી કરવામાં આવશે એવી કબૂલાત વગેરેનો સમાવેશ કરવાનો થશે.

ટેલીકાસ્ટ માટે જાહેરાત, જીંગલ્સ, ઇર્ન્સશન્સ, બાઇટસનું પ્રમાણપત્ર મેળવ્યા વિના જાહેરાત, જીંગલ્સ, ઇર્ન્સશન્સ, બાઇટસનું પ્રસારણ થઇ શકશે નહી. ચૂંટણી કામગીરી માટે નિયુકત ચૂંટણી અધિકારીશ્રીઓ તથા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલ તમામ અધિકારીઓને જાહેરાતોના પ્રસારણ પર દેખરેખ રાખવા માટે અધિકૃત કરવામાં આવે છે. તથા કેબલ ટેલિવિઝન વિનિયમન અધિનિયમ-૧૯૯૫  હેઠળના નિયમો તથા નામ. સુપ્રિમ કોર્ટના અને ભારતના ચૂંટણીપંચના ઉકત આદેશ પરત્વે તપાસણી અને સીઝર સહિતની કામગીરી કરવા સતા આપવામાં આવે છે.

આ જાહેરનામું દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને તેના હેઠળ આવતી ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ તથા ખંભાળિયા નગરપાલિકા અને જામ રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ તેમજ સલાયા નગરપાલિકાના વોર્ડ નં.૩ની પેટા ચૂંટણી ૨૦૨૬ની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે તેમજ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh