Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ૂર્વ પરવાનગી લીધા વગર
જામનગર તા. ૧૧: જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તેમજ જામનગર જિલ્લાની ૬ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે આગામી તા. ર૬-૪-ર૦ર૬ ના મતદાન યોજાનાર છે. ચૂંટણીની જાહેરાત સાથે જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી બની છે, જે અંતર્ગત રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવશે. પ્રચાર ઝુંબેશ દરમિયાન ઉમેદવારો કે તેમના ટેકેદારો જાહેર અથવા ખાનગી મિલકતના માલિકોની લેખિત પૂર્વ પરવાનગરી લીધા વિના પ્રચારપત્રો ચોંટાડીને, સૂત્રો લખીને પક્ષના પ્રતીકો ચીતરીને દિવાલો અને રસ્તાઓ બગાડે નહીં તે સુનિશ્ચિત કરવા માટે જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.એમ. કાથડ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ર૦ર૩ ની કલમ-૧૬૩ હેઠળ પ્રતિબંધાત્મ્ક આદેશ જારી કરવામાં આવ્યો છે. આ જાહેરનામા મુજબ કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે ઉમેદવાર મિલકત માલિકની લેખિત મંજૂરી વિના સરકારી કે ખાનગી મકાનો, કમ્પાઉન્ડ વોલ, વીજળી કે ટેલિફોનના થાંભલા, વાહનો અને જાહેર રસ્તાઓનો ઉપયોગ પ્રચાર માટે કરી શકશે નહીં. જાહેર મકાનોની વ્યાખ્યામાં કેન્દ્ર અને રાજય સરકાર, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ, જાહેર સાહસોના મકાનો તેમજ રેલવે પ્લેટફોર્મ, બસ ટર્મિનલ અને સાઈન બોર્ડનો પણ સમાવેશ થાય છે. આ આદેશનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા -ર૦ર૩ ની કલમ-રર૩ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામું ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સમગ્ર જામનગર જિલ્લાના ચૂંટણીલક્ષી વિસ્તારોમાં અમલી રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial