Advertisement
Author: નોબત સમાચાર

યુગાન્ડામાં યોજાયેલા હાઈ લેવલ બિઝનેસ મિશનમાં જામનગરના શિક્ષણવિદ્ની ઉપસ્થિતિ

વિવિધ દેશોના મંત્રીઓ સાથે કરી મુલાકાતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. પઃ જામનગરના જાણીતા શિક્ષણવિદ્ બ્રિલિયન્ટ ગ્રુપ દ્વારા અશોકભાઈ ભટ્ટ તથા તેમના પત્ની ઉસ્મિતાબેન ભટ્ટ તા. ૧૬-ર-ર૦ર૬ થી રપ-ર-ર૦ર૬ સુધી યુગાન્ડામાં એક ઈન્ડિયા-યુકે-યુગાન્ડા હાઈલેવલ બિઝનેસ મિશનમાં જોડાયા હતાં, તેમજ ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ મિશનમાં વેસ્ટ મિનિસ્ટર આફ્રિકા બિઝનેસ એસો. યુ.કે. પણ જોડાયેલું હતું.

આ દરમિયાન તેઓ યુગાન્ડાના રાષ્ટ્રપતિ, યુગાન્ડાના વડાપ્રધાન તેમજ અલગ અલગ વિભાગના યુગાન્ડાના મંત્રીઓ અને સેક્રેટરી, સરકારના અધિકારીઓ, પદાધિકારીઓ, હાઈ કમિશન ઓફ યુગાન્ડા, હાઈ કમિશન ઓફ ઈન્ડિયા, હાઈ કમિશન ઓફ યુ.કે., હાઈ કમિશન ઓફ આયરલેન્ડ, બ્રિટિશ ચેમ્બર ઓફ કોમર્સ, યુગાન્ડાના નામાંકિત ઉદ્યોગપતિ ભાસ્કરભાઈ કોટેચા તેમજ નિમિશાબેન માધવાણી તેમની સાથે રહ્યા હતાં.

યુગાન્ડાના જાણીતા ઉદ્યોગપતિ સુધીરભાઈ રૂપારેલિયા સાથે પણ મુલાકાત કરી હતી, તેમજ વિવિધ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક એગ્રીકલ્ચર માટે વિશાળ જમીનો, ઓઈલ ગેસ, તેમજ ગોલ્ડ માઈનીંગ ક્ષેત્રે રહેલ વિપુલ તકો માટે સાઈટ વિઝિટ કરી માહિતી મેળવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh