Advertisement
Author: નોબત સમાચાર

દુબઈથી એર ઈન્ડિયાની સ્પેશ્યલ ફલાઈટમાં પી. વી. સિંધૂ સહિતના ભારતીય મુસાફરો પરત ફર્યા

દિલ્હી એરપોર્ટ પર ૮૦ ઈન્ટરનેશનલ ફલાઈટ્સ રદ્દ

                                                                                                                                                                                                      

દુબઈ તા. ૩: ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે દુબઈથી એર ઈન્ડિયાની ફલાઈટ દિલ્હી પહોંચી જેમાં પીવી સિંધુ પરત ફરી છે. દિલ્હી એરપોર્ટ પર ૮૦ ઈન્ટરનેશનલ ફલાઈટ્સ રદ કરાઈ છે.

આજે ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો ચોથો દિવસ છે. આજે પણ દિલ્હી એરપોર્ટ પર ૮૦ ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ દરમિયાન, સોમવારે મોડી રાત્રે, દુબઈથી એર ઇન્ડિયાની એક ખાસ ફ્લાઇટ ફસાયેલા મુસાફરોને લઈને દિલ્હી પહોંચી હતી. જેમાં દુબઈમાં ફસાયેલી ભારતીય શટલર પીવી સિંધુ પણ પરત ફરી છે.

સોમવારે મોડી રાત્રે યુએઈથી ચાર ફ્લાઇટ્સ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બેંગલુરુ આવી. અબુ ધાબીમાં ફસાયેલા ભારતીયોએ ઘરે પરત ફરતા રાહતનો શ્વાસ લીધો. એક મુસાફરે જણાવ્યું કે અબુ ધાબીમાં તેમની હોટલ નજીક વિસ્ફોટ થયા હતા. ઇન્ડિગો સાઉદી અરેબિયાના જેદ્દાહથી હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી અને અમદાવાદ માટે ૧૦ ખાસ ફ્લાઇટ્સનું સંચાલન કરશે.

આ દરમિયાન, એર ઇન્ડિયા એક્સપ્રેસ મસ્કત માટે ફ્લાઇટ્સ ફરી શરૂ: કરી રહી છે. અબુ ધાબીની એતિહાદ, દુબઈની એમિરેટ્સ અને ફ્લાયદુબઈએ પસંદગીની ફ્લાઇટ્સ ફરી શરૂ: કરી છે. અબુ ધાબી એરપોર્ટથી ઇસ્લામાબાદ, પેરિસ, એમ્સ્ટરડેમ, મુંબઈ, કૈરો અને લંડન માટે પંદર એતિહાદ ફ્લાઇટ્સ રવાના થઈ હતી.

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે, મંગળવારે સવારે દિલ્હી એરપોર્ટ પર ૮૦ ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. એરસ્પેસ પર પ્રતિબંધોને કારણે, દુબઈ જતી એમિરેટ્સ ફ્લાઇટ ઈકે૫૧૩ને દિલ્હી પરત ફરવું પડ્યું. આ દરમિયાન, દુબઈથી આવતી ફ્લાઇટ ઈકે૫૧૨ મંગળવારે સવારે દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh