Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફૂલ ડોલ ઉત્સવ દરમિયાન
જામનગર તા. ર૧: ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા દ્વારકામાં ફૂલડોલ મહોત્સવમાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ખાસ વધારાની બસો દોડાવવામાં આવનાર છે.
પ્રતિવર્ષ હોળી-ધૂળેટીના તહેવારોમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે દ્વારકા આવતા હોઈ છે. આ મુસાફરી ધસારાને પહોંચી વળવા એસ.ટી. નિગમ દ્વારા ખાસ વધારાની બસો દ્વારકાથી જુદા જુદા શહેરો માટે દોડાવવામાં આવનાર છે.
તા. ર૭-ર-ર૦ર૬ થી તા. પ-૩-ર૦ર૬ સુધી આ સેવા ઉપલબ્ધ રહેશે અને પ૧ થી વધુ મુસાફરો બુકીંગ કરાવશે તો વધારાની ખાસ બસની ફાળવણી પણ કરવામાં આવશે.
આ ખાસ બસ સેવા દ્વારકાથી ઉપલબ્ધ રહેશે જેમાં જામનગરનું ભાડું રૂ।. ર૧૪, રાજકોટનું ભાડું રૂ।. ર૭૧, પોરબંદરનું ભાડું ૧૭પ, સોમનાથનું રૂ।. ર૯૧, અને જૂનાગઢનું ભાડું રૂ।. રપ૭ નક્કી કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial