Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેની તરફેણ માટે ગયા હતા તેની સામે નોંધાયા છે ત્રણ ગુન્હાઃ
જામનગર તા. ૪: ખંભાળિયાના પોલીસ મથકમાં તાજેતરમાં આમ આદમી પાર્ટીના રાજ્ય પ્રમુખ સહિતના કાર્યકરો સામે પોલીસે ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કર્યા પછી જે વ્યક્તિની તરફેણ માટે રાજ્ય પ્રમુખ સહિતના અગ્રણી ગયા હતા તેઓને આંચકો લાગે તેવા અહેવાલ બહાર આવ્યા છે. આ શખ્સ સામે બિહારમાં ત્રણ ગુન્હા નોંધાયેલા હોવાનું ખૂલ્યું છે.
ખંભાળિયામાં તાજેતરમાં વાહન અડકી જવાની બાબતે આપના કાર્યકર એવા દીપક નામના શખ્સે એક યુવાનનો બોચો પકડી તેના સોનાના ચેઈનની લૂંટ કર્યાનો ગુન્હો નોંધાયા પછી તે ફરિયાદ ખોટી રીતે કરાઈ હોવાની રજૂઆત માટે ગયેલા આમ આદમી પાર્ટીના રાજ્ય પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત ૧૮ કાર્યકરોની પોલીસ દ્વારા કરાયેલી ધરપકડ સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બની હતી.
ત્યારપછી આરોપી દીપકસિંહની ધરપકડ કરી પૂછપરછ કરાતા આ પરપ્રાંતીય શખ્સે બિહાર રાજ્યમાં ત્રણ ગુન્હામાં સંડોવણી હોવાનું કબૂલ્યું છે. તેની સામે રાયોટીંગ તેમજ હથિયારમાંથી ફાયરીંગ અને છેડતીનો ગુન્હો નોંધાયેલો હોવાનું બહાર આવ્યું છે. આ પરિસ્થિતિમાં તે શખ્સની તરફેણ માટે ગયેલા ઈસુદાન ગઢવીને આ બાબતની જાણ હતી કે નહી તે મુદ્દો ચર્ચાઈ રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial