Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાને ૭૫મા જન્મદિને મધ્યપ્રદેશથી સ્વસ્થ નારી-સશકત પરિવાર-પોષણ માસનો કરાવ્યો પ્રારંભ
ભોપાલ તા. ૧૭: : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના જન્મદિવસે મધ્યપ્રદેશના ધારમાં સ્વસ્થ નારી- સશકત પરિવાર તથા આઠમા પોષણ માસનો પ્રારંભ કરાવતા હુંકાર ભર્યો હતો કે નવું ભારત કોઈથી ડરતુ નથી, પરંતુ ઘરમાં ઘુસીને મારે છે.
પોતાના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશના ધારમાં 'સ્વસ્થ નારી - સશક્ત પરિવાર' અને 'આઠમા રાષ્ટ્રીય પોષણ માહ' અભિયાનનો પ્રારંભ કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન યોજવામાં આવેલી જનસભામાં પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર વિશે વાત કરતા કહૃાું કે, 'નવું ભારત કોઈની પરમાણુ ધમકીઓથી ડરતું નથી. ઘરમાં ઘૂસીને મારે છે. જે આતંકવાદીઓએ માતા અને બહેનાના સિંદૂર ઉજાળ્યા છે તેમના ઠેકાણાઓને ભારતના જાબાંઝ સૈનિકોએ નષ્ટ કર્યા.'
પાકિસ્તાન ઘુંટણીએ
વડાપ્રધાને પોતાના ભાષણમાં વધુ કહૃાું કે, 'મહર્ષિ દધિચિનો ત્યાગ માનવતાની સેવા કરવાનો સંકલ્પ આપે છે. આ જ વારસામાંથી પ્રેરણા લઈને આજે દેશ 'મા ભારતી'ની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. આપણા વીર જવાનોએ પળવારમાં જ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું. ગઈ કાલે જ દેશે અને દુનિયાએ જોયું કે ફરી એક પાકિસ્તાની આતંકવાદીએ રડી-રડીને પોતાની હાલત જણાવી રહૃાો છે.'
હૈદ્રાબાદની મૂકિત
આજે ૧૭ સપ્ટેમ્બરે એક વધુ ઐતિહાસિક અવસર છે. આ દિવસે હૈદરાબાદની ઘટનાને અમર કરી દીધી છે. આજે જ દેશમાં સરદાર પટેલની ફૌલાદ જેવી ઈચ્છાશક્તિનું ઉદાહરણ જોવા મળ્યું હતું. ભારતીય સેનાએ હૈદરાબાદને અનેક અત્યાચારોમાંથી મુક્ત કરાવી, તેમના અધિકારોનું રક્ષણ કરીને ભારતના ગૌરવને ફરીથી સ્થાપિત કર્યું. દેશની આટલી મોટી સિદ્ધિને દાયકાઓ વીતી ગયા, કોઈ યાદ કરનારું નહોતું. તમે મને તક આપી અને અમારી સરકારે તે ઘટનાને અમર કરી દીધી છે. અમે ભારતના એકતાના પ્રતીક એવા આ દિવસને હૈદરાબાદ લિબરેશન ડે તરીકે ઉજવવાની શરૂઆત કરી છે.'
ટેકસટાઈલ પાર્કનો શિલાન્યાસ
વડાપ્રધાન મોદીએ ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ કરતા કહૃાું કે, 'આજે વિશ્વકર્મા જયંતીના દિવસે એક મોટી ઔદ્યોગિક શરૂઆત થવા જઈ રહી છે. દેશના સૌથી મોટા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ ધારમાં થયો છે. આ પાર્કથી ભારતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને નવી ઊર્જા મળશે અને ખેડૂતોને તેમની ઉપજનું યોગ્ય મૂલ્ય મળશે. તેમજ યુવાનોને મોટી સંખ્યામાં રોજગાર પણ મળી રહેશે.'
સ્વસ્થ નારી-સશક્ત પરિવાર
સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન દેશની માતા અને બહેનોને સમર્પિત છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય એ છે કે, 'એક પણ મહિલા, જાણકારી કે સંસાધનના આભાવે બીમારીનો શિકાર ન બને.' તેમ જણાવી વડાપ્રધાને આ અભિયાનના ઉદ્ેશ્યો સમજાવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial