Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હનુમાનજીના પ્રાગ્ટયોત્સવ પ્રસંગે
દ્વારકા તા. ૩૧: આગામી તા. ર-૪-ર૦ર૬, ગુરૂવારના પવનપુત્ર શ્રી હનુમાનજીના પ્રાગ્ટયોત્સવ પ્રસંગે દ્વારકાના ગાયત્રી મંદિર પાસે આવેલા શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે શ્રેણીબદ્ધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની પ્રાપ્ય વિગતો અનુસાર સવારે ૯.૩૦ કલાકે હનુમાનજીનું પૂજન, સવારે ૧૦ કલાકે સુંદરકાંડના પાઠ, સાંજે પ કલાકે સત્યનારાયણની કથા, સાંજે ૭ કલાકે મહાઆરતી, રાત્રે ૭.૩૦ કલાકે બ્રહ્મભોજન, સંતભોજન તથા મહાપ્રસાદ, રાત્રે ૧૦ કલાકે સંતવાણી (કલાકારો નિર્મળાબેન દુધરેજીયા તથા અભુભા કેર) સહિતના શ્રેણીબદ્ધ ધાર્મિક કાર્યક્રમો પંચમુખી હનુમાનજી મંદિરના પટાંગણમાં યોજાશે. સમગ્ર ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા શહેરની ધર્મપ્રેમી જનતાને મંદિરના મહંત દયાદાસ બાપુ ગુરૂ શ્રી કિશોરદાસ બાપુ તરફથી જાહેર અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial