Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીએસટી કાઉન્સિલની પ૬મી બેઠકઃ લક્ઝરી વસ્તુઓ અને તમાકુ ઉત્પાદનો પર ૪૦ ટકા જીએસટીઃ
નવી દિલ્હી તા. ૪: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વચન પાળી બતાવ્યું છે અને જીએસટીના ચાર સ્લેબ પ, ૧ર, ૧૮, અને ર૮ માંથી બે સ્લેબ નાબૂદ કર્યા છે અને પ અને ૧ર ટકા એમ બે સ્લેબ અમલમાં રહેશે. પરિણામે રોટી, કપડા અને મકાન ત્રણેય સસ્તા થશે. સરકારે કુલ ૪૮ હજાર કરોડની લોકોને રાહત આપી છે. જીએસટીના નવા દરો તા. રર થી અમલમાં આવશે.
આગામી નવરાત્રિ-દિવાળી તહેવારો પહેલા જ મોદી સરકારે જીએસટીમાં ઘટાડો કરી લોકોને જબરી રાહત આપી છે. જી.એસ.ટી. સ્લેબમાં ફેરફાર કરવામાં આવતા અનેક ચીજવસ્તુઓ સસ્તી થશે. હવે ચારના બદલે માત્ર બે સ્લેબ, પ અને ૧૮ ટકા અમલમાં રહેશે. તેમાંય સાબુ, શેમ્પુ, કાર, એસી, વિગેરે સસ્તા બનશે. આ બાબતની જાણકારી કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણએ ગઈકાલે આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, દૂધ, રોટલી, પરાઠા સહિતની ખાદ્યચીજો જીએસટી મુક્ત રહેશે. વ્યક્તિગત આરોગ્ય અને જીવન વીમા પર પણ કોઈ વેરો રહેશે નહીં. ૩૩ જીવન રક્ષક દવાઓ, દુલર્ભ રોગ માટેની દવા અને ગંભીર રોગ પણ કરમુક્ત રહેશે.
જો કે, લક્ઝરી વસ્તુ અને તમાકુ ઉત્પાદનો પર ર૮ ના બદલે ૪૦ ટકા જીએસટી લાગશે. ૩પ૦ સીસીથી વધુ એન્જિન ધરાવતી મધ્યમ, મોટરકાર, બાઈક આ સ્લેબમાં આવરી લેવાશે. આ નવા સ્લેબ પ્રથમ નવરાત્રિથી અમલમાં આવશે, જો કે તમાકુનો ૪૦ ટકા નવો દર લાગુ થતા થોડો સમય લાગશે.
આ ફેરફારનો ઉદ્દેશ્ય સામાન્ય માણસને રાહત આપવાનો અને નાના વ્યવસાયોને ટેકો આપવાનો તથા તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર કર વધારીને તેનો ઉપયોગ ઘટાડવાનો છે.
ગત્ તા. ૧પ ઓગસ્ટના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટી અંગે જાહેરાત કરી હતી. જેને જીએસટી કાઉન્સિલની બેઠકમાં મંજુરી આપવામાં આવી હતી. આમ હવે ચારના બદલે માત્ર બે સ્લેબ અમલમાં રહેશે, જેમાં બીજો સ્લેબ ૪૦ ટકાના છે, જેમાં તમાકુ ઉત્પાદનો, લક્ઝરી વસ્તુનો સમાવેશ થાય છે.
અનેક રોજીંદી વસ્તુના દરને શૂન્ય કરી નાંખવામાં આવ્યો છે. ૧ર અને ૧૮ ટકા દર હતો તેને પાંચ ટકામાં સુમાવી લેવાયો છે. જ્યારે ર૮ ટકા દરવાળી વસ્તુને ૧૮ ટકામાં સમાવી લેવામાં આવી છે.
રાજ્યના જણાવ્યા મુજબ દર ઘટવાથી આવક ઘટશે, પરંતે કેન્દ્ર કહે છે કે, વપરાશ વધવાથી આવક સરભર પણ થશે.
દૂધ, ચણા, પનીર, પીત્ઝા, બ્રેડ, ખાખરા, સાદી ચપાટી પરનો ટેક્સ પાંચ ટકાથી ઘટાડી શૂન્ય ટકા કરાયો છે. માખણ, ઘી, સૂકા ફળો, કન્ડેસન્ડ મિલ્ક, ચીઝ, અંજીર, ખજૂર, માંસ, ખાંડ આધારીત કન્ફેક્શનરી જામ, ફળોની જેલી, નાળિયેર પાણી, જેવી ર૦ લીટરની પાણીની બોટલ, નમકિન, જ્યુસ, દૂધ, આઈસ્ક્રીમ, પેસ્ટ્રો સહિતના ૧ર થી ૧૮ ટકામાંથી પાંચ ટકા દર કરવામાં આવ્યો છે.
ઈરોઝર, નક્શા, પેન્સિલ, શાર્પનર, કસરતના પુસ્તકો હવે પાંચ ટકાના બદલે કોઈ ટેક્સ લાગશે નહીં. દૂધબોટલ, વાસણ, સાયકલ, વાંસના ફર્નિચર, કાંસડા જેવી વસ્તુને ૧ર માંથી પ ટકા સ્લેબમાં લેવામાં આવી છે. શેમ્પુ, પાવડર, ટ્રુથ પેસ્ટ, ટ્રુથબ્રસ, સાબુ, વાળનું તેલ વિગેરે ૧૮ થી ઘટાડી પાંચ ટકામાં સમાવાયું છે.
ખેતી-ડેરી ઉત્પચાદનને કરમુક્ત કરાયા છે. કૃષિ સાધનોને ૧ર માંથી પ ટકામાં સમાવેશ કરાયો છે. ખાતર, જંતુનાશક દવાનો દર ઘટ્યો છે. સિમેન્ટ ર૮ માંથી ૧૮ ટકા સ્લેબમાં સમાવાઈ છે. વીમા પોલિસી, જીવન વીમા પોલિસી દર નાબૂદ કરાયો છે. તૈયાર કપડા-જૂતામાં સાત ટકા ટેક્સ ઘટ્યો છે.
એકંદરે ભારતના અર્થતંત્રને ટેક્સ સ્લેબ ઘટવાથી વેગ મળશે.
જીએસટી સ્લેબમાં ફેરફાર થવાથી કઈ વસ્તુઓ સસ્તી કે મોંઘી થશે
દૂધ, પનીર, પીઝા, બ્રેડ, ખાખરા, રોટલી પર હવે શૂન્ય.
ખમણ, ઘી, સુકાફળ, કન્ડેસન્ડ, મિલ્ક, ચીઝ, અંજીર, ખજુર સાઈટ્રાસ ફળો, સોસ, માંસ, નાળીયેર પાણી, જ્યુસ, દૂધ, આઈસ્ક્રીમ, પેસ્ટ્રી વગેરેને ૧૨ અને ૧૮ ટકામાંથી પાંચ ટકા સ્લેબમાં સમાવાયા.
ઈરેઝર, પેન્સીલ, શાર્પનર પર શૂન્ય ટકા દર.
દુધની બોટલ, વાસણો, સાયકલ, વાંસના ફર્નિચર, કાંસકા હવે ૧૨ ના બદલે પાંચ ટકા સ્લેબમાં.
કૃષિ સાધનોમાં ટેકસમાં ઘટાડો.
જંતુનાશક દવાઓ, ટ્રેકટર, ટ્યુબ, ટાયરના દર ઘટાડાયા.
ટી.વી., એસી., વોશિંગમશીન, વાહનો સસ્તા થશેે.
૩૩ જીવનરક્ષક દવા શૂન્ય ટેક્સમાં.
રૂ. ૨૫૦૦ સુધીના કપડાં જુતામાં ટેકસ ઘટયો.
શેમ્પુ, ટુથપેસ્ટ, હેરઓઈલ સસ્તા થશે.
લકઝરી વસ્તુ, લકઝરી કાર, બાઈક, તમાકુ ઉત્પાદનના સિગારેટ, ફાસ્ટફૂડ, મોંઘા થશે.
આરોગ્ય અને જીવનવીમા પર કોઈ જીએસટી નહીં. રૂ. ૧૦૦૦૦ના પ્રીમીયમ પર રૂ. ૧૮૦૦ની રાહત.
પાન-મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થશે. જેમાં ૪૦% સ્પેશીયલ જીએસટી લાગશે.
આઈપીએલ મેચ જોવો મોંઘો થશેઃ આઈપીએલ ટીકીટો ઉપર ૨૮ ટકાના બદલે હવે ૪૦ ટકા ટેક્સ લાગશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial