Advertisement
Author: નોબત સમાચાર

રામનવમીના દિને હર્ષિદા ગરબા મંડળ દ્વારા ગરબા કાર્યક્રમ

                                                                                                                                                                                                      

જામનગર તા. રપઃ શ્રી હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી હર્ષિદા ગરબા મંડળ જામનગરના સંયુક્ત ઉપક્રમે તા. ર૭-૩-ર૦ર૬ ને શુક્રવારે (રામનવમી) ના શુભ દિવસે માટેલધામ ખોડિયાર માતાજીના મુખ્ય મંદિરમાં જામનગરના પ્રખ્યાત શ્રી હર્ષિદા ગરબા મંડળનો ગરબા, દુહા, છંદ, માતાજીના ઓરીજનલ દેશી ગરબા, ભેળિયા તથા આખ્યાનનો જાહેર કાર્યક્રમ સવારના ૮ વાગ્યાથી બપોરના ર વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. જેમાં ગામોગામથી માતાજીના બાનાધારી ભૂવા પધારશે અને ખોડિયાર માતાજીની ગાદી શોભાવશે અને ત્યાં તમને માતાજીના માંડવા જેવો માહોલ જોવા મળશે. તો દરેક ધર્મપ્રેમી જનતાને ભક્તિમય વાતાવરણમાં ખોડિયાર માતાજીના દર્શન કરવા તથા માતાજીના ગુણગાન સાંભળવા દરબારમાં ઉપસ્થિત રહેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જોષીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh